News of Sunday, 11th October 2026
ગાંધીનગર મનપા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.01% મતદાન
પુરુષ મતદારોનું 57.02 ટકા અને મહિલા મતદારોનું 50.88 ટકા મતદાન નોંધાયું: સૌથી વધુ 70.10 ટકા મતદાન વોર્ડ નંબર-4માં થયું મતદાન

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 54.01 ટકા મતદાન નોંધાયું છે. કુલ 2,59,985 મતદારોમાંથી 1,40,422 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં પુરુષ મતદારોનું 57.02 ટકા અને મહિલા મતદારોનું 50.88 ટકા મતદાન નોંધાયું છે. વોર્ડ પ્રમાણે સૌથી વધુ 70.10 ટકા મતદાન વોર્ડ નંબર-4માં થયું છે, જ્યારે સૌથી ઓછું 42.63 ટકા મતદાન વોર્ડ નંબર-8માં નોંધાયું છે. વોર્ડ નંબર-7માં 67.09 ટકા અને વોર્ડ નંબર-1માં 65.87 ટકા મતદાન થયું છે. હવે સૌની નજર 13 ઓક્ટોબરે જાહેર થનારા ચૂંટણી પરિણામો પર છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
