<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

૫૬ વર્ષીય પત્‍ની પર ૬૫ વર્ષીય વૃદ્ધ પતિએ ચારિત્ર્યની શંકા કરતા ભડકો

સુરત તા.૨૨: ૬૫ વર્ષીય વેપારીએ ૫૬ વર્ષીય પત્‍ની પર ચારિત્ર્યની શંકામાં દંપતી અલગ અલગ પુત્રને ઘરે રહેવા તો લાગ્‍યું હતું, પરંતુ અપમાન અને અવહેલનાની આગમાં સળગતી પત્‍નીએ ભાગળ પર પતિની દુકાને આવી હંગામો કર્યો હતો. પુત્રવધૂના ચારિત્ર્યને લઇ એલફેલ બોલવાની સાથે પુત્રની ઇન્‍વેસ્‍ટરને ફોન કરી તેણે મુંબઈની યુવતીને પ્રેગ્નેન્‍ટ કરી તરછોડી હોવાનું અને ઈન્‍વેસ્‍ટ નહિ કરવા જણાવતાં મામલો પોલીસ મથકે પહોંચ્‍યો હતો.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે પાર્લે પોઈન્‍ટ વિસ્‍તારમાં રહેતા વણિક પરિવારના ૬૫ વર્ષીય વૃદ્ધ ભાગળ પર દુકાન ધરાવે છે. સંતાનમાં ૩૫ અને ૪૦ વર્ષનાં બે પુત્રો છે જેમના પણ લગ્ન થઇ ગયા છે અને અલગ અલગ વ્‍યવસાયમાં સેટ થઇ ગયા છે. લગ્નના બે વર્ષ બાદથી જ પત્‍નીના ચારિત્ર્યની શંકાને લઈ દંપતી વચ્‍ચે ઝઘડો ચાલી આવતો હતો. દરમિયાન ગત મે મહિનામાં માતાને કબાટમાંથી પૈસા કાઢી અડાજણ તરફ જતાં ૩૦ વર્ષીય પત્ર જોઈ જતાં તેણે એક વ્‍યક્‍તિને માતાએ નાણાં આપ્‍યા હતા, પરંતુ આ વાતે દંપતી વચ્‍ચે ફરી ઉંચ ઝથડો થતાં પ્રૌઢા વેસુમાં રહેતા મોટા પુત્રને ત્‍યાં અને પિતા નાના પુત્રને ત્‍યાં રહેવા લાગ્‍યા હતા. પાંચ મહિના બાદ આ પૌઢા ભાગળ સ્‍થિત પતિની દુકાને આવી હતી અને હંગામો શરૂ કર્યો હતો. પુત્ર અને પુત્રવધૂ પણ દુકાને પહોંચી જતાં પુત્રવધૂનાં ચારિત્ર્યને લઇ બદનક્ષીભર્યા વેણ કહ્યા હતા. વાત આટલેથી અટકી ન હતી. પુત્રની ઇન્‍વેસ્‍ટરનો નંબર મેળવી તેને પણ પોતાના જ સગા પુત્રના ચારિત્ર્યને બદનામ કરતાં વેણ કહી રોકાણ નહિ કરવા જણાવ્‍યું હતું. જાહેરમાં પોતાની, પુત્ર અને પુત્રવધૂની બદનક્ષી કરનાર પત્‍ની વિરુદ્ધ વૃદ્ધ રોષે ભરાયા હતા અને તેમણે મહીધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં સબ ઈ-સ્‍પેક્‍ટર વી.પી. પુવારે વધુ તપાસ હાથ ધરી છે.

(10:07 AM IST)