News of Monday, 23rd November 2026
અમદાવાદમાં ૬ દિવસની ૩જી ઓલ ઇન્ડિયા પોલીસ ટેનીસ ટુર્નામેન્ટનો શાનદાર પ્રારંભ
ટુર્નામેન્ટનું ઉદઘાટન કરી મુખ્ય પોલીસ વડા અદભુત રીતે ટેનીસ રમતા જોઈ સહુ મંત્રમુગ્ધ બન્યા

રાજકોટ, તા. ૨૩: નવેમ્બર ૨૦૨૬ અમદાવાદ ખાતે યોજાયેલા 3rd All India Police Tennis Cluster ૨૦૨૬-૨૭ નું ઉદ્ધાટન ગુજરાતના મુખ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક (G.S. મલિક) એ કર્યું હતું.ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ડીજીપી સાહેબે થોડી વાર ટેનીસ રમ્યા હતા. તેમની અદભુત રમત જોઈ સહુ મંત્રમુગ્ધ બન્યા હતા.ઉલ્લેખનીય છે કે, ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક નિયમિત રીતે BSF કેમ્પસમાં પોતાના સાથી સિનિયર અધિકારીઓ સાથે ટેનીસ રમે છે.આ છ દિવસીય ટુર્નામેન્ટમાં ૩૮ ટીમોના ૧૧૫૨ જેટલા ખેલાડીઓ ટેનીસ અને ટેબલ ટેનીસમાં ભાગ લઈ રહ્યા છે.(૬.૧૩)
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
