<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

રાજ્યના 6 જિલ્લાઓને આગામી 3 કલાક સાવચેત રહેવું : રાત્રે 10 થી 1 વાગ્યા સુધી વરસાદનું તાકીદનું એલર્ટ જાહેર

રાજ્યના ખાસ કરીને પૂર્વ અને મધ્ય-દક્ષિણ સરહદી ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ

અમદાવાદ :ગુજરાતમાં હવામાનના પલટા વચ્ચે આગામી 3 કલાક માટે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને એક મોટું અને તાકીદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાત્રે 10:00 વાગ્યાથી લઈને મોડી રાત્રે 1:00 વાગ્યા સુધીના આ સમયગાળા દરમિયાન રાજ્યના ખાસ કરીને પૂર્વ અને મધ્ય-દક્ષિણ સરહદી ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ એલર્ટ અંતર્ગત અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોના નાગરિકોને અને વાહનચાલકોને આગામી કલાકોમાં સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

 

(11:10 PM IST)