હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાત પોલીસના ૬ અધિકારીઓ 'કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક-૨૦૨૬'થી સન્માનિત : ઇન્વેસ્ટિગેશનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મળ્યું રાષ્ટ્રીય ગૌરવ
રાષ્ટ્રીય એકતા દિવસે દેશભરના ૪૯૦ કર્મીઓ માટે એવોર્ડની જાહેરાત : રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે વિજેતા અધિકારીઓને પાઠવ્યા અભિનંદન

રાજકોટ : દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસના પવિત્ર અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૬ માટેના પ્રતિષ્ઠિત ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ની જાહેરાત કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય સન્માન યાદીમાં ગુજરાત પોલીસના ૬ કર્મઠ અધિકારીઓએ સ્થાન મેળવીને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે.
સુરક્ષા દળોનું મનોબળ વધારવા અને તેમની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ આ પદકની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે દેશભરમાંથી કુલ ૪૯૦ પોલીસ અને સુરક્ષા કર્મચારીઓની આ એવોર્ડ માટે પસંદગી કરાઈ છે, જેમાંથી ગુજરાતના ૬ અધિકારીઓની ઇન્વેસ્ટિગેશન (તપાસ) ક્ષેત્રે કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ પસંદગી થઈ છે.
પદક મેળવનાર ગુજરાત પોલીસના અધિકારીઓ:
૧. અંશુલ જૈન (એસપી)
૨. સિમરન ભારદ્વાજ (એએસપી)
૩. રણજીતસિંહ સિંઘલ (ડીવાયએસપી)
૪. જયેશ ઠાકોર (પોલીસ ઇન્સ્પેક્ટર)
૫. પાર્થેન્દ્રસિંહ વાઘેલા (પોલીસ ઇન્સ્પેક્ટર)
૬. ગુણવંત મનુભાઈ હડિયા (પોલીસ ઇન્સ્પેક્ટર)
આ અધિકારીઓએ જટિલ અને ગંભીર ગુનાઓની અત્યંત વૈજ્ઞાનિક, તાર્કિક અને ઊંડાણપૂર્વક તપાસ કરીને ન્યાયિક પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ વિજેતા અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે ગુજરાત પોલીસને મળેલું આ પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર રાજ્ય માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. તપાસ ક્ષેત્રે આ અધિકારીઓની નિષ્ઠાવાન અને ઊંડાણપૂર્વકની કામગીરી રાજ્યના અન્ય તમામ પોલીસકર્મીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
