તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
ChatGPT મારફતે પરીક્ષામાં નકલ કરતા 6 વિદ્યાર્થી ઝડપાયા : VNSGUમાં પરીક્ષાઓમાં હાઈટેક ચોરીનો ચોંકાવનારો કિસ્સો
MBBS સહિતની પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓ લાઈવ પરીક્ષા દરમિયાન પેપરનો ફોટો પાડી AI ટૂલ એટલે કે ChatGPT પર અપલોડ કરી જવાબ લખતા ઝડપાયા

સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં ચાલી રહેલી પરીક્ષાઓ દરમિયાન હાઈટેક ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. MBBS સહિતની પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓ લાઈવ પરીક્ષા દરમિયાન પેપરનો ફોટો પાડી AI ટૂલ એટલે કે ChatGPT પર અપલોડ કરી જવાબ લખતા ઝડપાયા હતા. ફ્લાઈંગ સ્ક્વોડે વિદ્યાર્થીઓને રંગેહાથ પકડી પાડ્યા હતા, જેમાં 2 MBBSના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. યુનિવર્સિટીએ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી અને દરેકને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. મંગળવારે MPECની સુનાવણી દરમિયાન આવા 6 કિસ્સા સામે આવતા શિક્ષણ વ્યવસ્થામાં હાઈટેક નકલ અંગે ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
