<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

ત્રણ વર્ષમાં પૂર-અતિવૃષ્ટિથી ૬૦૫ લોકોનાં મૃત્‍યુઃ ૫૧૦૦૦થી વધુ ઘરને નુકસાન

૧૨૩૭૦ પશુધનનાં મૃત્‍યુ અને કૃષિમાં ૧.૩૩ લાખ હેક્‍ટરને નુકસાન

અમદાવાદ,તા.૫: ગુજરાતમાં છેલ્‍લા ત્રણ વર્ષથી કુદરતી આપત્તિઓના કારણે ભારે નુકસાન થયું છે. વર્ષ ૨૦૨૩-૨૪થી ૨૦૨૫-૨૬ સુધીના સમયગાળામાં ૦ ૦ ૦ અતિવૃષ્ટિ અને પૂરને કારણે માનવ મૃત્‍યુ, મૃત્‍યુ, થરો ક્ષતિગ્રસ્‍ત થઇ જવા અને કૃષિ ક્ષેત્રને પણ મોટાપાયે નુકસાન થવા પામ્‍યું છે. પશુધનના રાજ્‍યમાં છેલ્‍લા કેટલાક વર્ષોથી ક્‍લાઈમેટ ચેન્‍જ અને વાવાઝોલા સાથે અતિભારે વરસાદને કારણે જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને પણ ઊભા પાક, વાવેતર અને જમીન ધોવાણના કારણે નુકસાન થયું છે. છેલ્‍લા ત્રણ વર્ષમાં કુલ ૬૦૫ નાગરિકોના પૂર, વીજળી પડવાથી, ઘર પડવાથી અને કરંટ લાગવા સહિતનાં કારણોથી મૃત્‍યુ થયા છે. તે સાથે પશુપાલકો માટે કિમતી એવા કુલ ૧૨,૩૭૦ પશુઓનાં મૃત્‍યુ પણ થવા પામ્‍યા છે. ભારે વરસાદને કારણે ઘર-ઝૂંપડા પડી ગયા હોય કે ક્ષતિગ્રસ્‍ત થયા હોય તેની

કુલ સંખ્‍યા ૫૧,૪૫૯ થવા જાય છે. તો ખેડૂતોના વાવેતર અને પાકને કુલ ૧.૩૩ લાખ હેક્‍ટરમાં નુકસાન થવા પામ્‍યું છે. ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ના સમયગાળામાં સ્‍ટેટ ડિઝાસ્‍ટર રિલીફ ફંડ હેઠળ રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારના હિસ્‍સા સહિત અનુક્રમે ૧૫૫૬ કરોડ, ૧૬૩૫ કરોડ અને ૧૭૧૬ કરોડ હપિયાની ફાળવણી કરવામાં આવી છે. ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ એમ બંને વર્ષમાં ગુજરાત ભારે કુદરતી આપત્તિઓનો ભોગ બન્‍યું હોવા છતાં નેશનલ ડિઝાસ્‍ટર રિલીફ ફંડ અંતર્ગત કેન્‍દ્ર સરકાર દ્વારા કોઈ વધારાની ફાળવણી રાજ્‍યને કરાઈ નહીં હોવાની માહિતી પણ લોકસભામાં ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. જ્‍યારે વર્ષ ૨૦૨૫-૨૬માં ૪૯૨,૦૯ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. બીજી તરફ વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ દરમિયાન કેટલાક અન્‍ય રાજ્‍યને ફઝય્‍જ્‍માંથી ફાળવણી કરાઈ છે.

વર્ષ ૨૦૨૩-૨૪માં થયેલી હાનિ

*૨૩૬ વ્‍યક્‍તિનાં મૃત્‍યુ

*૫૧૪૮ પશુનાં મૃત્‍યુ

*૩૦,૭૧૮ ઘર-ઝૂંપડા ક્ષતિગ્રસ્‍ત

* ૧.૩૩ લાખ હેક્‍ટરમાં કૃષિને નુકસાન

વર્ષ ૨૦૨૪-૨૫માં થયેલી હાનિ

*૨૩૦ વ્‍યક્‍તિનાં મૃત્‍યુ

*૭૨૨૨ પશુનાં મૃત્‍યુ

*૨૦,૭૪૧ ઘર-ઝૂંપડા ક્ષતિગ્રસ્‍ત

વર્ષ ૨૦૨૫-૨૬માં થયેલી હાનિ

* ૧૩૯ વ્‍યક્‍તિનાં મૃત્‍યુ

* ૧૪,૦૦૦ ઘર-ઝૂંપડા ક્ષતિગ્રસ્‍ત

(9:52 AM IST)