News of Friday, 11th September 2026
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 62 સિંહોના વિવિધ રોગોના કારણે મૃત્યુ નોંધાયા
મૃત્યુ પામેલા વનરાજોમાં 17 નર સિંહ, 17 માદા સિંહ અને સૌથી વધુ 28 સિંહબાળનો સમાવેશ:સિંહોમાં સેપ્ટિસેમિયા, ન્યુમોનિયા, હિમેજિક ન્યુમોનિયા, એનિમીયા, અને કિડની ફેલ્યોર હિપેટો-રીનલ ડિસફંક્શન જેવા ગંભીર રોગો થયા

ગાંધીનગર : રાજયમાં છેલ્લા એક વર્ષમાં 62 સિંહોના કરુણ મોત થયા છે. એક વર્ષમાં 62 સિંહોના વિવિધ રોગોના કારણે મૃત્યુ નોંધાયા છે. મૃત્યુ પામેલા વનરાજોમાં 17 નર સિંહ, 17 માદા સિંહ અને સૌથી વધુ 28 સિંહબાળનો સમાવેશ થાય છે. સિંહોમાં સેપ્ટિસેમિયા, ન્યુમોનિયા, હિમેજિક ન્યુમોનિયા, એનિમીયા, અને કિડની ફેલ્યોર હિપેટો-રીનલ ડિસફંક્શન જેવા ગંભીર રોગો કારણે થયા હતા. વન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી.
સિંહોમાં રોગ અટકાવવા માટે ડી-વોર્મિંગ અને ડી-ટીકિંગ કરવામાં આવે છે. અભયારણ્યની આસપાસના નેસ અને ગામોના પશુઓનું પણ રસીકરણ કરાયું છે. સિંહોના લોહીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ કરાઈ છે. ટ્રેકર્સ અને વન્યપ્રાણી મિત્રો દ્વારા સિંહોની હિલચાલ અને સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખે છે. સાસણ, જામવાળા, જસધાર અને સક્કરબાગ ઝૂ જેવા સ્થળોએ અત્યાધુનિક સારવાર કેન્દ્રો ઉભા કર્યા છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
