તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 26th June 2026
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર 633 મકાનો જર્જરિત:AMCએ સર્વે કરીને ચોંટાડી નોટિસ
ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી:યાત્રાના માર્ગ પર સેંકડો એવા મકાનો ઊભા છે જે કોઈ પણ ક્ષણે મોટી હોનારત સર્જી શકે

અમદાવાદ: શહેરમાં દર વર્ષે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે. આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ આ નગરચર્યામાં જોડાવાના છે. પરંતુ, આ ઉત્સાહ વચ્ચે ભક્તોની સુરક્ષાને લઈને અત્યંત ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે. રથયાત્રાના નિર્ધારિત રૂટ પર અત્યારે ૬૩૩ જેટલા જર્જરિત મકાનો આવેલા છે, જે કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે તેમ છે.
તાજેતરમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)] ના એસ્ટેટ વિભાગ દ્વારા આ રૂટ પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં રથયાત્રા પસાર થવાની છે તેવા સાંકડા અને ગીચ રસ્તાઓ પર ભયજનક ઇમારતો ઓળખી કાઢવામાં આવી હતી. જોકે, સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે તંત્રએ આ તમામ જર્જરિત મકાનો પર માત્ર નોટિસ ચોંટાડીને પોતાની ફરજ પૂરી થઈ ગઈ હોય તેવો સંતોષ માની લીધો છે.
સ્થાનિક જાગૃત નાગરિકો સીધો આક્ષેપ છે કે AMC દ્વારા નક્કર અને પ્રિવેન્ટિવ પગલાં લેવાના બદલે માત્ર કાગળ પર જ કાર્યવાહી દર્શાવવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા માત્ર જોર્ડન રોડ પર આવેલા એક જ ભયજનક મકાનને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે રથયાત્રા દરમિયાન આ રૂટ પર લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે, ત્યારે રસ્તાની બંને બાજુ વર્ષો જૂના અને ખખડધજ મકાનો ધરાશાયી થવાની શક્યતા જરાય નકારી શકાય નહીં.
રથયાત્રા જેવા અન્ય મોટા આયોજનોની જેમ જ) રાજ્ય માટે એક મોટો અને સંવેદનશીલ ઉત્સવ છે. આવા સમયે પબ્લિક સેફ્ટી સર્વોપરી હોવી જોઈએ. નાગરિકોની ઉગ્ર માંગ છે કે રથયાત્રા શરૂ થાય તે પહેલા જ આ 633 મકાનો અંગે તાત્કાલિક નિર્ણય લઈને કડક કાર્યવાહી કરવામાં આવે. તંત્રની આ ઢીલી નીતિ અને નિદ્રાધીન અવસ્થા ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જી શકે છે, જેના માટે સીધી રીતે તંત્ર જ જવાબદાર ઠરશે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
