News of Wednesday, 25th November 2026
૬૪ વર્ષીય વૃદ્ધા પર ૨ યુવકોએ આચર્યુ દુષ્કર્મઃ ગુપ્ત ભાગે ગંભીર ઈજા
ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાંથી માનવતાને શર્મસાર કરતી અત્યંત ચકચારી ઘટના સામે આવી

ભરૂચ, તા.૨૫: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં માનવતાને લજવતી અત્યંત ઘૃણાસ્પદ ઘટના બની છે. ગામની ૬૪ વર્ષીય વળદ્ધ મહિલા પર ૨ યુવકોએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, જંબુસરના કાવી પંથકના એક ગામમાં ૬૪ વર્ષીય વળદ્ધાને ૨ નરાધમ યુવકોએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. આક્ષેપ મુજબ, બંને યુવકોએ ૬૪ વર્ષની વળદ્ધ મહિલાને જમીન ઉપર પાડી દઈ બળજબરીપૂર્વક તેમના કપડાં ઉતારીને દુષ્કર્મ આચર્યું હતું. આ હેવાનિયતભર્યા કળત્યને કારણે વળદ્ધાના ગુપ્ત ભાગો પરથી લોહી વહેવા લાગ્યું હતું અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
વિધર્મી યુવકો દ્વારા ૬૪ વર્ષની વળદ્ધ મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ જંબુસર કાવી પોલીસનો કાફલો હરકતમાં આવ્યો હતો. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અજાણ્યા ઈસમો સામે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
