<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

રાજપીપલાના હજરત નિઝામશાહ નાંદોદી દરગાહનો ૬૪૧મોં ભવ્ય ઉર્સ, લાઈટોના શણગારથી ઝગમગી ઉઠી દરગાહ

ત્રણ દિવસ ચાલનારા આયોજનમાં નિયાઝ એટલે કે પ્રસાદ કર્યક્રમો પણ યોજાયા

(ભરત શાહ દ્વારા )નર્મદા:રાજપીપલા શહેરની હિન્દુ મુસ્લિમ એકતાની પ્રતીક ગણાતી હજરતનિઝામશાહનાંદોદી દરગાહનો ભવ્ય ઉર્સ મેળો ભરાયો દરગાહ લાઈટો ના શણગારથી ઝગમગી ઉઠી, જ્યાં દરેક સમાજની જનતા આ દરગાહના ઉર્સની સાક્ષી બની હતી.


હજરત નિઝામશાહ નાંદોદી દરગાહનો 641મોં ઉર્સ મેળો હતો જેમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક સમાજના લોકો આસ્થા રાખી આવતા હોય છે. આ મેળો મુસ્લિમ ચાંદ પ્રમાણે 15માં ચાંદે પરચમ કુશય થાય છે જેને આપડે ધ્વજાં રોહણ કહીયે છે જે તારીખ 27/10 ના રોજ થી હતી જયારે સંદલ રસમ 16માં ચાંદ પર થી હતી 28/10 ના રોજ અને ઉર્સ મેળો 29/10 ના રોજ મનાવવામાં આવ્યો હતો. આ ઉર્સ મેળા માં ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રખ્યાત કવ્વાલ જુનેદ સુલાતની પણ પધાર્યા હતા જેમનો કવ્વાલી નો કાર્યક્રમ કર્યો હતો તેમજ રાજેસ્થાન રાજ્ય ના કપાસનથી નુશરત કાદરી પણ આ ઉર્સના સાક્ષી બન્યા હતા અને આ એ તેમના અંદાજમાં કવ્વાલી નો કાર્યક્રમ કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દરગાહ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આ ત્રણ દિવસ ચાલનારા આયોજનમાં નિયાઝ એટલે કે પ્રસાદ કર્યક્રમો પણ યોજાયા હતા જેમાં સમગ્ર શહેરના મુસ્લિમ સમાજ તેમજ દરેક સમાજના આસ્થા થી દરગાહનો પ્રસાદ મેળવતા હોય છે

(10:56 PM IST)