તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
કાલથી બનાસકાંઠા જિલ્લામાં IRM સંચાલિત 65 CNG પંપ બંધ રહેશે :સંચાલકો અને કંપની વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો નિષ્ફળ
પંપ સંચાલકોએ પોતાની વિવિધ માંગણીઓ અને મુદ્દાઓને લઈને કંપની સમક્ષ રજૂઆત કરી જોકે, બંને પક્ષો વચ્ચે ચર્ચા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા સંચાલકોએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો

બનાસકાંઠા જિલ્લામાં CNG વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. IRM સંચાલિત 65 CNG પંપ આવતીકાલથી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પંપ સંચાલકો અને કંપની વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો નિષ્ફળ જતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠામાં IRM હેઠળ સંચાલિત કુલ 65 CNG પંપ પર આવતીકાલથી કામગીરી બંધ રહેશે. પંપ સંચાલકોએ પોતાની વિવિધ માંગણીઓ અને મુદ્દાઓને લઈને કંપની સમક્ષ રજૂઆત કરી હતી. જોકે, બંને પક્ષો વચ્ચે ચર્ચા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા સંચાલકોએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.
પંપ સંચાલકોનું કહેવું છે કે જ્યાં સુધી કંપની તરફથી તેમની માંગણીઓ અંગે લેખિત બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે. એટલે હાલ આ હડતાળ માટે કોઈ ચોક્કસ અંતિમ તારીખ જાહેર કરવામાં આવી નથી.
બનાસકાંઠામાં 65 CNG પંપ બંધ રહેવાના કારણે CNG વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને નિયમિત રીતે CNG પર આધારિત વાહનો ચલાવતા લોકો માટે નજીકના અન્ય પંપ શોધવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
કંપની સાથેની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ પંપ સંચાલકોએ અનિશ્ચિત મુદતની હડતાળનો નિર્ણય લીધો છે. હવે કંપની તરફથી લેખિત બાંહેધરી અથવા કોઈ સમજૂતી થાય છે કે નહીં તેના પર હડતાળનો અંત નિર્ભર રહેશે. આગામી સમયમાં આ મુદ્દે વધુ ચર્ચા અને નિર્ણયની શક્યતા છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
