તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th April 2024
ગણપત યુનિવર્સિટી દ્વારા વિચાર-પ્રેરક જુથ-ચર્ચા

(કેતન ખત્રી) અમદાવાદઃ ગણપત યુનિવર્સિટીના વિમેન સેલ દ્વારા તાજેતરમાં એક પેનલ ડિસ્કસનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિમેન ઈન એન્ટર ન્યોરશીપ એન્ડ લીડરશીપ રોલઃ ઓપોર્ચ્યુંનિટીઝ એન્ડ ચેલેન્જીસ વિષય ઉપરની આ જૂથ ચર્ચામાં વિવિધ ક્ષેત્રની પ્રતિભાશાળી ચાર મહિલાઓએ પોતાના જ્ઞાનનો યુનિવર્સિટીની ફિમેલ ફેકલ્ટીઝ અને વિદ્યાર્થીનીઓને લાભ આપ્યો હતો.અમેરીકાના કેલિફોર્નિયા સ્થિત સંસ્થા ઇન્ટરનેશનલ ટેક્સ માર્વેલ સેમિકન્ડકટરના સીનિયર ડાયરેક્ટર શ્રીમતી રીટા પટેલ, અમદાવાદની શૈક્ષણિક સંસ્થા માઇકાના પ્રોફેસર અને ચેર (સ્ટ્રેટેજીંગ માર્કેટિંગ એરિયા), પ્રોડક્ટટેલિમેન્ટ્સ, હેક્ષાગ્રોથ, ક્રોસવોલ અને એઝાઇલકયુબ જેવી કંપનીઓના ફાઉન્ડર અને ઙ્કોડક્ટ-હેડ રહી ચૂકેલા અને ગૂગલના વિમેન ટેકમેટર્સ એમ્બેસેડર તરીકે પણ ફરજ બજાવી ચૂકેલા શ્રી રાજુલબેન શાહ અને દેશના ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર અને સમાજ સેવિકા શ્રી બીનુ રાવનો સમાવેશ થાય છે.
સમગ્ર જૂથ - ચર્ચાનું સંચાલન ગણપત યુનિવર્સિટીના સેંટર ફોર એન્ટરન્યિોરશીપના ચેરપર્સન પ્રોફ. ડો. રેમી મિત્રા તેમજ યુનિવર્સિટીના સેંટર ફોર મેનેજમેન્ટ એન્ડ રિસર્ચના એસોસિએટ એક્સિકયુટીવ ડીન અને ચેરપર્સન પ્રો. ડો. શ્રી પ્રિયંકા પાઠકે કર્યું હતું. આ જૂથ - ચર્ચામાં મુખ્યત્વે વૂમનહૂડ એટલે શું? ફિમેલ લિડરશીપ,સ્ત્રી સ્વાતંત્ર્ય અને કૌશલ્યપ્રાપ્તિ તેમજ આજના સમયમાં મહિલા માટે સીઈઓ તરીકે કામ કરવાની કેટલી તકો સુલભ ગણાય ? - જેવા નાના - મોટા મુદ્દાઓનો સમાવેશ થતો હતો.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
