<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

નરેન્‍દ્રભાઇ મોદીએ દેશના લોકોના આરોગ્‍ય, અન્‍ન, વીજળી, પાણી વગેરેની યોજના આપી : ભરત પંડયા

દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં મોદી પરિવાર સભા સંબોધતા ભાજપ પ્રભારી

રાજકોટ તા. ૧૧ : ગુજરાતની છેલ્લી ૧૮૨ - ઉમરગામ વિધાનસભા સીટનાં માડા અને શારોન્‍ડા શક્‍તિ કેન્‍દ્રની સંયુક્‍ત મામકવાડા ગામ ખાતે ‘મોદી પરિવાર સભા'માં કલ્‍સ્‍ટર પ્રભારી ભરત પંડયાએ ઉપસ્‍થિતિ રહીને જણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દેશનાં કરોડો પરીવારનાં આરોગ્‍ય, અન્ન, ઘર, ગેસ, વીજળી પાણીની ચિંતા કરીને યોજનાઓ આપેલ છે. જન્‍મથી માંડીને મૃત્‍યુ સુધીની યોજનાઓનાં પૈસા સીધાં બેન્‍કનાં ખાતામાં આપી રહ્યાં છે ત્‍યારે શ્રી મોદીજી માટે ‘રાષ્ટ્ર અને દેશની જનતા' એ જ પરિવાર છે એટલા માટે  ‘મારૂં પરિવાર- મોદી પરિવાર'નું સૂત્ર સાર્થક થયેલ છે. તમામ લોકોએ ‘મૈં હૂ મોદી પરિવાર' અને ‘મારૂં પરિવાર -મોદી પરિવાર'ના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગાજી ઉઠયું હતું .

તેમણે ભાજપ તરફી વધુમાં વધુ મતદાન કરીને વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવારને જીતાડીને વલસાડથી એક કમળ દિલ્‍હી મોકલવા અપીલ કરી હતી. મોદી પરિવાર સભામાં શ્રી ભરતભાઈ પંડ્‍યા, પૂર્વ મંત્રી-ધારાસભ્‍યશ્રી રમણલાલ પાટકર, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, વિધાનસભા સંયોજકશ્રી કનુભાઈ સોનપાલ, વિધાનસભા પ્રભારીશ્રી હેમંતભાઈ ટેલર, જીલ્લા પંચાયત સભ્‍યશ્રી મુકેશભાઈ પટેલ, જીલ્લા પંચાયત સભ્‍યશ્રી દિપકભાઈ મીસ્ત્રી, પૂર્વ જીલ્લા પંચાયત સભ્‍યશ્રી બાબુભાઈ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી નિલેશભાઈ ભંડારી સહિત કાર્યકર્તાઓ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(5:12 PM IST)