<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતાઃ મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાતના શહેરોમાંથી નાસતા-ફરતા પ૦ ગુન્હેગારોની ધરપકડ

ચૂંટણીના કારણે પોલીસ દ્વારા જુદા-જુદા ગુન્હામાં સંડોવાયેલ ૩ હજારથી વધુ આરોપીઅોને ઝડપવા કામગીરી

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે લોકસભાની ચૂંટણીને લઈને કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ ગુનામાં સામેલ 3 હજારથી વધુ આરોપીઓને પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ છે. 

અમદાવાદ શહેર માં અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં છેલા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપી ફરાર ફરી રહ્યા છે. તેવામાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ગુજરા તનાં અલગ અલગ શહેરોમાંથી તેમજ મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી નાસતા ફરતા કુલ 50 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 

ગુજરાત રાજ્ય અને આંતર રાજ્ય આરોપીઓને પકડવા માટે અલગ અલગ 38 ટીમો કામે લાગી છે. તેવામાં અત્યાર સુધીમાં ફરાર હોય તેવા 12 આરોપીઓના મોત થયા છે અને 16 જેટલા આરોપીઓ જેલમાં છે. પકડાયેલા આરોપીઓમાંથી બે આરોપીઓ તો છેલ્લા 34 વર્ષથી ફરાર હોવાનું સામે આવ્યું છે. 

(6:29 PM IST)