News of Friday, 12th April 2024
ઉમેદવારના નામ કે ફોટા વગરના પ્રચાર સાહિત્યનો ખર્ચ પક્ષમાં ગણાશે
પક્ષના પ્રતીકવાળા, ઝંડા, ટોપી, ખેસ, બેનર હોર્ડીગ્ઝનો ખર્ચ ઉમેદવારના ખર્ચમાં નહિ

રાજકોટ તા.૧ર : રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારના નામ કે ફોટા વગર પ્રચાર સાહિત્ય દ્વારા કરાતા ખર્ચને ઉમેદવારના ખર્ચમાં નહિ પણ જે તે પક્ષના ખર્ચમાં ગણવાનો રહેશે. મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીના નાયબ સચિવ શ્રી હેમાંગ રાણાની સહીથી આ અંગે ગઇકાલે માર્ગદર્શક પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે ભાજપ દ્વારા ઉમેદવારોના ફોટા કે નામ વગરના પક્ષના પ્રચાર સાહિત્ય તથા પક્ષના પ્રતિકવાળા ફલેગ, ટોપી, ખેસી, મફલર, સ્ટીકર, બેનર, હોર્ડીગ્સ, પેમ્ફલેટસ વગેરેના ખર્ચની ગણતરી બાબતે રજુઆત કરવામાં આવેલ છે. આ અંગે ચુંટણી ખર્ચ પર નિયંત્રણ અંગેની ભારતના ચુંટણી પંચે પ્રસિધ્ધ કરેલ સુચનાઓ તરફ ધ્યાન દોરવામાં આવે છે જે મુજબ ઉમેદવારના ફોટા કે નામ વગરના પક્ષના પ્રચાર સાહિત્ય તથા પક્ષના પ્રતિકવાળા ફલેગ, ટોપી, ખેસ, મફલર, સ્ટીકર, બેનર, હોર્ડીગ્સ, પેમ્ફલેટસ વગેરેનો ખર્ચ રાજકીય પક્ષ ખાતે ગણવાનો રહે છે
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
