News of Friday, 12th April 2024
દેશના ઇતિહાસની અનેરી ઘટના... ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થવા છતાં આઇપીએસ બદલીઓ અંગે સસ્પેન્સ
૩૧ જાન્યુઆરીની ડેડલાઇન પૂર્ણ, આચારસંહિતા લાગુ થયાને દિવસો વીત્યા છતાં અમલ ન થતાં અનેકવિધ અફવાઓ બળવતર બની રહી છે :સાચું શું ? ફાઇલ પૂર્તતા માટે આવ્યા બાદ ત્રણ ત્રણ રીમાઇન્ડર છતાં ચૂંટણી પંચ સુધી પહોંચી નથી, એક વાપર પહોંચી છે :૧૦ સિનિયર - જુનિયર આઇપીએસ કોઇ ફરજ વગર બેઠા છે, પણ એ જાણી નવાઇ લાગશે કે સીબીઆઇથી ગુજરાત પરત આવેલ ગગનદીપ ગંભીર અને રાઘવેન્દ્ર વત્સને ત્રણ માસથી કોઇ વિભાગ કે તેનો ચાર્જ અપાયો નથી

રાજકોટ તા. ૧૨ : દેશના ઇતિહાસમાં સહુ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી અંતર્ગત આદર્શ આચાર સંહિતા પાલન અંગે અન્ય સરકારી વિભાગ સાથે પોલીસ તંત્રમાં ૩૧મી જાન્યુઆરી સુધીમાં બદલી કરી અને બદલીઓ કર્યા અંગેનું સર્ટીફીકેટ કેન્દ્રીય ચૂંટણી પંચને આપવામાં આચાર સહિતા જાહેર થવા સુધી અમલ ન થતાં આખા દેશમાં વિવિધ રાજયોના મુખ્ય સચિવ અને મુખ્ય પોલીસ વડાને હટાવનાર કેન્દ્રીય ચૂંટણી પંચે વતનના જિલ્લામાં ફરજ બજાવવા સાથે ત્રણ વર્ષ પૂર્ણ કરનાર અને જે તે સમયે આઇપીએસ ન હોવા છતાં જિલ્લામાં ચાર્જ રાખનાર અધીકારીઓને હટાવી તેમના સ્થાને કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ મુજબ રાજયના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આવા તમામ આઇપીએસને દૂર કરી તેમના ચાર્જ અન્યોને અપાયાનાં ઘણા દિવસો વિતી જેવા છતાં એ સ્થાને રેગ્યુલર પોસ્ટીંગ સાથે સુરત પોલીસ કમિશનર, સુરત રેન્જ, અમદાવાદ રેન્જ, બોર્ડર રેન્જ સહિત મહત્વની જગ્યાઓ પર આજથી ગુજરાતમાં ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે ત્યાં સુધી નિર્ણય ન લેવાતાં રાજયભરમાં આヘર્ય સાથે વિવિધ વિરોધ પક્ષો પણ આ મામલાની વિગતો એકઠી કરી પોતાના કેન્દ્રીય નેતૃત્વ મારફત ફરિયાદ કરવા ખાનગીમાં સક્રિય બન્યાની ચર્ચા છે.
નવાઈની વાત એ છે કે આઇપીએસ બદલી બઢતી ફાઈલ ગાંધીનગર પાસે છે કે દિલ્હી કેન્દ્રીય ચૂંટણી પંચ પાસે? એ બાબતે પણ જબ્બર રહસ્ય છે, મોટા ફેરફાર વખતે સરકારની નજીકના આઇપીએસ કોર ગ્રુપને વિશ્વાસમાં રાખી આ કાર્યવાહી થતી હોય છે, પણ આ વખતે આ કોર ગૃપને પણ સાઈડ લાઇન કરી દેવાયુ છે, ૧૦ આઇપીએસ જે કોઈ ફરજ બજાવ્યા વગર નવરા બેઠા છે, તેના કરતાં પણ નવાઈની વાત એ છે કે સીબીઆઇ પ્રતિનિયુકતી પરથી પરત ફરેલ ગગનદીપ ગંભીર અને રાઘવેન્દ્ર વત્સ ત્રણ માસથી પોસ્ટીંગ વગરના છે.
આવા બિન જરૂરી વિલંબને કારણે પોલીસ તંત્રમાં પણ મોટું રાજકારણ ચાલી રહ્યાનું અને એક બીજા વિરૂદ્ધ રજુઆત થતી હોવાની અફવા અંદરો અંદરના મતભેદ હવે મનભેદ સુધી પોહચી રહ્યા છે, કેટલીક ખોટી અફવાઓને પોલીસ તંત્રની અંદરથી જ બળ મળી રહ્યા સુધીની ચર્ચાઓ ચિંતાજનક રીતે ચાલી રહી છે. બદલીઓ અંગે જે અફવા છે (સત્ય કોઈ જાણતું નથી) તે મુજબ ચૂંટણી પંચ દ્વારા પૂર્તતા માટે મોકલેલ ફાઈલ ત્રણ ત્રણ રીમાઇન્ડર છતાં પરત નથી મોકલવામાં આવી, બીજો વર્ગ એવું માને છે કે આઇપીએસ બદલી ફાઈલ ગ્રહ મંત્રી દ્વારા પેરિસથી પરત આવ્યા બાદ ચકાસી તુરંત પરત મોકલવા નિર્ણય કરેલ, તો વિલંબ શા માટે? આ વિલંબ માટે એક્યાં બીજા આઇપીએસનું નામ જોડી તેમના નામે જે અફવાઓ ચાલે છે તેનાથી આ અધિકારીઓ પણ આヘર્ય અનુભવી રહ્યા છે.
બદલી વિલંબ પાછળ સુરત શહેર, સુરત રેન્જ, બોર્ડર રેન્જ , સુરત એડી.સીપી ક્રાઇમ સહિત મહત્વના નિર્ણય અમિતભાઇ સાથે પરામર્શ કરી લેવાના હોય તેઓની વ્યસ્તા પણ આગળ કરવામાં આવી રહી છે.
બદલી વિલંબ પાછળ સુરત શહેર, સુરત રેન્જ, બોર્ડર રેન્જ , સુરત એડી.સીપી ક્રાઇમ સહિત મહત્વના નિર્ણય અમિતભાઇ સાથે પરામર્શ કરી લેવાના હોય તેઓની વ્યસ્તા આગળ ધરવાની વાત પણ હવે બહાનારૂપ લાગે છે? હવે મજાકમાં સિનિયર આઇપીએસ કહે છે કે આ સ્થિતિમાં જ ચૂંટણીઓ પૂર્ણ થાય તો આヘર્ય નહિ થાય.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
