News of Friday, 12th April 2024
વિષમ વાતાવરણને કેરીના પાકને માઠી અસરઃ વડોદરાના શિનોર તાલુકામાં કેરીના પાકને ભારે નુકસાન
મહુવાની પ્રખ્યાત જમાદાર કેરીની આવકમાં પણ નોંધ પાત્ર ઘટાયો નોંધાયો

વડોદરાઃ વડોદરાની વાત કરીએ તો વડોદરાના શિનોર તાલુકામાં 500 એકરથી વધુ વિસ્તારમાં આંબાવાડી આવેલી છે અને ખેડૂતો કેરીનો પાક લે છે. પરંતુ આ વર્ષે બરાબર કેરી પાકવાનો સમય આવ્યો એ સમયે જ મોટાપ્રમાણમાં ફ્લાવરીંગ ખરવા માંડ્યુ હતુ. જેના કારણે અહીંની વખણાતી બદામ, રાજાપુરી, લંગડો, તોતાપુરી જેવી કેરીની જાતોને ભારે નુકસાન થયુ છે. અસહ્ય ગરમીને કારણે કેરીઓ પાક્તા પહેલા જ ખરી રહી છે.
ભાવનગરના મહુવામાં એ જ સ્થિતિ જોવા મળી રહી છે. મહુવાની જમાદાર કેરી ખૂબ વખણાય છે. પરંતુ શરૂઆતમાં થયેલા કમોસમી વરસાદને કારણે આંબા પરથી મોટાપ્રમાણમાં ફ્લાવરીંગ ખરી પડ્યુ છે જેના કારણે જમાદાર કેરીનો હાલ માત્ર 20 ટકા જ ફાલ તૈયાર થયો છે.હાલ ખેડૂતો સરકાર પાસે મદદની માગ કરી રહ્યા છે. એક તરફ બજારમાં કેરીની પુષ્કળ માગ છે જેની સામે ઉત્પાદન ઘણુ ઓછુ છે. ત્યારે કેરીએ માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ કેરીના રસીયાઓને પણ નિરાશ કરી શકે છે. કેરી રસીયાઓએ આ વખતે કેરી ખાવા માટે ખીસ્સા ખાલી કરવાનો વારો આવી શકે છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
