<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

આજે ભાવનગર, ગિર સોમનાથ જિલ્લો, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતાઃ હવામાન ખાતુ

ત્રણેક દિવસ વાતાવરણમાં પલ્‍ટો જોવા મળશે, તાપમાનમાં ઘટાડો થશે

 

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે આઠેક જિલ્લામાં છુટાછવાયા સ્‍થળો પર વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્‍દ્રના રામાશ્રય યાદવે જણાવ્‍યું કે દરિયા કિનારે ચોથા અને પાંચમાં દિવસે એટલે ૧૫ અને ૧૬ તારીખના સોૈરાષ્‍ટ્ર અને કચ્‍છના રોજ ડિસકમ્‍ફર્ટ કન્‍ડિશન બની રહેશે. રાજયમાં વરસાદ વરસવાની શકયતા છે.

ગુજરાત હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે દક્ષિણ ગુજરાત પ્રદેશ જેમકે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ તથા વડોદરા જિલ્લામાં ઉપરાંત સૌરાષ્‍ટ્રના ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં તથા દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

આ સાથે બે દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાશે. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો નોંધાશે તેવું અનુમાન છે.

તો બીજી બાજુ હવામાન નિષ્‍ણાત અંબાલાલ પટેલે જણાવ્‍યુ હતુ કે, ૧૮ એપ્રિલ સુધીમાં પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્‍યગુજરાતના ભાગોમાં માવઠું થઇ શકે છે. કચ્‍છ, સુરત, ઉત્તર સૌરાષ્‍ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. ગુજરાતના ઘણા ભાગના વિસ્‍તારોમાં કયાંક વરસાદ તો કયાંક પવન તો કયાંક છોટા થવાની શકયતા છે.

દેશના કેટલાક ભાગોમાં ૧૮ તારીખ સુધીમાં મોટો પલટો આવશે. આ પલટાને કારણે પ્રિ મોનસૂન એક્‍ટિવિટી શરૂ થશે. જેના કારણે ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં માવઠું થવાની શકયતા છે. ગુજરાતના અનેક વિસ્‍તારોમાં કયાંક કમોસમી વરસાદ તો કયાંક ઘીમો તો કયાંક છાંટા પડશે

(4:02 PM IST)