News of Saturday, 13th April 2024
વડોદરામાં સોશિયલ મીડિયા દ્વારા મસાજ કરવાના બહાને ઘરે બોલાવી શખ્સ પાસે પૈસા પડાવતી ગેંગ
જો પૈસા ના આપવા હોય તો બળાત્કારનો કેસ કરવાની ધમકી આપતી

વડોદરા, તા. ૧૩ : વડોદરામાં એક હની ટ્રેપમાં ફસાવાનો બનાવો બહાર આવ્યો છે. એક શખ્સ સોશિયલ મીડિયા દ્વારા એક મહિલાને રિકવેસ્ટ મોકલેલી અને અને તે શખ્સ મસાજ કરવા તે મહિલાના ઘરે જાય છે. અને તેવામાં નકલી પોલીસ આવી જાય છે. અને તેને કહે છે કે અને તેને ધાક ધમકી આપે છે. અને બળાત્કારનો કેસ કરવાનું કહે છે. જો તારે આ બધાથી બચવુ હોય તો તારે ૧૦ લાખ રૂપિયા આપવા પડશે તેવી વાત કરે છે. તેથી તે શખ્સ ડરી જાય છે. અને તેમને પૈસા આપી દે છે. અને પછી તે શખ્સ પોલીસ ફરિયાદ નોંધાવે છે.
વડોદરામાં અતુલભાઈ પટેલ ઉ.૩૧ વર્ષ તે ન્યુ સમા રોડ ખાતે રહે છે. અને તે પોતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમને એક સોશિયલ મીડિયા મારફતે એક છોકરીનો પરિચય થયો હતો. તે છોકરી મસાજનું કામ કરે છે. તેથી અતુલભાઈ મસાજ કરવા માટે તેના ઘરે ગયા હતા. અને જ્યારે અતુલભાઈ તેના ઘરે મસાજ કરવા ગયા હતા. અને તેવામાં જ બે શખ્સ પોલીસની ખોટી ઓળખાણ આપી ઘરના અંદર ઘૂસી ગયા હતા. અને તે પોતે પોલીસ છે. અને આ ઘરમાં ખોટા કામ ચાલે છે તેમ કહી અતુલભાઈને બ્લેકમેલ કરીને તેમના જોડેથી પૈસા પડાવ્યા હતા.
જ્યારે અતુલભાઈ છોકરીના ઘરે મસાજ કરવા જાય છે. ત્યારે બે શખ્સ ઘરમાં ઘૂસીને તેમનો વિડીયો બનાવે છે. અને ઘર સીલ કરવાનું કહે છે. અને તે પોલીસને માહિતી મળી છે કે આ ઘરમાં ગેરકાયદેસરક કામ ચાલે છે. તેવી માહિતીના આધારે અતુલભાઈને ધાક ધમકી આપે છે. અને કહે છે. જો તમારે આમાંથી બહાર આવું હોય તો અમે ૧૦ લાખ આપવા પડશે. નહી તો અમે તમારા ઉપર બળાત્કારનો કેસ કરીશું. અને તમને બદનામ કરીશું.
જ્યારે બંન્ને જણાએ ૧૦ લાખ રૂપિયાની માંગ કરી તો તે અતુલભાઈ ડરી ગયા હતા. અને કહ્યુ હતુ કે મારી જોડે ૧૦ લાખ રૂપિયા નથી અને મારા જોડે એટીએમ કાર્ડ ઘરે છે. તેથી બે શખ્સ તેમને બાઈક પર બેસાડીને અતુલભાઈના ઘરે લઈ ગયા હતા અને ત્યાથી એટીએમ કાર્ડ લઈને એટીએમમાંથી ૧ લાખ ઉપાડીને બે શખ્સને આપી દીધા હતા. અને જતા જતા કહેતા ગયા કે બાકીના બીજા ૧ લાખ કાલ સાંજ સુધી આપી દેજો નહી તો તમારા ઉપર બળાત્કારનો કેસ કરી તમને અંદર કરવામાં આવશે. આ જોતા અતુલભાઈએ તેમના પત્ની સમગ્ર માહિતી જાણ કરતા તેમની પત્ની અને અતુલભાઈ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.
આથી પોલીસ ફરિયાદ કરતા ગોત્રી પોલીસ સ્ટેશનમાં જુહી લાબના વડોદરા રહે, અને બે અજાણ્યા ઈસમો મળીને આમ ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસ તાત્કાલિક તેમને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
