<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

અંતે આઇપીએસ અધિકારીઓની બદલી પેનલ કેન્‍દ્રીય ચૂંટણી પંચ પાસે ગુજરાતના ગૃહ મંત્રાલય દ્વારા મોકલવામાં આવી : હવે ગણતરીના કલાકોમાં આતુરતાનો અંત

રાજકોટ તા. ૧૩ : રાજય પોલીસ તંત્રમાં જેની કાગડોળે રાહ જોવાતી હતી અને એક તબક્કે હાલની પરિસ્‍થિતિમાં જ ચૂંટણીઓ થશે તેવી વ્‍યાપક ચર્ચાઓ અને આઇપીએસ અધિકારીઓની નિરાશા વચ્‍ચે અંતે ગુજરાતભરના ગૃહ મંત્રાલય દ્વારા નિયમ મુજબ પેનલ મોકલી આપવામાં આવી છે.

અત્રે એ યાદ રહે કે ફકત ગુજરાત નહિ દેશના ઇતિહાસમાં  કેન્‍દ્રીય ચૂંટણી પંચ દ્વારા જે ડેડલાઇન જાહેર કરી હોય અને તેનો અમલ થયેલ ન હોય તેવું પ્રથમ વખત બનેલ. નવાઈની વાત એ છે કે, આચાર સહિતા અમલી બન્‍યા સુધી ગાંધીનગર આ મામલે અનિર્ણિત રહેતા ચૂંટણી પંચ દ્વારા ૧૦ જેટલા સિનિયર જુનિયર આઇપીએસ કે જેઓને ત્રણ વર્ષ પૂર્ણ થયા હોય, વતનના શહેર જિલ્લામાં ફરજ હોય અને જિલ્લાનો ચાર્જ હોય પણ આઇપીએસ ન હોય તેમને દુર કરી તેમનો ચાર્જ આપ્‍યાને ખૂબ મોટો સમય થવા છતાં આઇપીએસ બદલીઓ અને બઢતી અંગે કોઈ ગંભીરતા દાખવી નહતી. ગઇ કાલે તો ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરાવવા છતાં કોઈ હિલચાલ નજરે ન પડતા અને વિપક્ષ પણ આ બાબતે સક્રિય બનેલ. દરમિયાન અચાનક આઇપીએસ બદલી ફાઈલ ચૂંટણી પંચ તરફ રવાના કરેલ.

(4:06 PM IST)