<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

કળિયુગમાં અલ્‍પ સમયમાં શ્રેષ્‍ઠ ફળ મળી શકે : પ્રભુ સ્‍વામી

સુરત ગુરૂકુલમાં બ્રહમ મહોત્‍સવની ભક્‍તિમય ઉજવણી

સુરત વેડરોડ ગુરૂકુલમાં બ્રહ્મ મહોત્‍સવમાં નિમિતે ઉપસ્‍થિત સંતો હરિભક્‍તોની તસ્‍વીર

રાજકોટ,તા.૧૩ : એક સમયે શ્રીમદ ભાગવત ના રચયિતા શ્રી વ્‍યાસ ભગવાનને ઋષિમુનિઓએ પૂછયું કે સતયુગ, ત્રેતા , દ્વાપર અને કળિયુગમાં ઈશ્વરને પામવા માટે કયો યુગ શ્રેષ્ઠ છે ? , શ્રીવ્‍યાસ ભગવાને નદીમાં ડૂબકી મારી બહાર આવી કહ્યું ‘‘કલૌ કલૌ કલૌ ! '
 અર્થાત કળિયુગ . કળિયુગ બીજા યુગ કરતાં શ્રેષ્ઠ છે . આ યુગમાં થોડી આવરદાના સમયમાં માણસ સતયુગના જેવું કઠિન તપ, ત્રેતા યુગના જેવા યજ્ઞ યાગાદિક, દ્વાપર યુગના જેવી પ્રભુ સેવા કદાચ ન કરી શકે પરંતુ કળિયુગમાં થોડું નામ સંકીર્તન કરવામાં આવે તો પણ તેનું કલ્‍યાણ નિヘતિ થાય છે .

શ્રી વ્‍યાસ ભગવાનના કહ્યા અનુસાર શ્રી પ્રભુ સ્‍વામીએ  કહ્યું હતું કે અત્‍યારે માણસ માત્રની એક જ ઇચ્‍છા છે કે કેમ ઓછી મહેનતથી વધુ પૈસો મેળવી શકાય. એ રીતે મુમુક્ષુ ભક્‍તની પણ ઇચ્‍છા હોય છે કે કેમ જલ્‍દી કલ્‍યાણ મેળવી શકાય. અલ્‍પ સમય અને અલ્‍પ સાધનમાં શ્રેષ્‍ઠ ફળ આપનાર કળિયુગ છે . તેમાં પણ નવરાત્રીના દિવસો ભગવાનની આરાધના કરવા માટે ઉત્તમ મનાયા છે .

 સુરત ગુરુકુલમાં ચૈત્ર સુદ એકમથી નવમી દરમિયાન બ્રહ્મ મહોત્‍સવનું આયોજન ચાલી રહ્યું છે જેમાં મહિલા, પુરુષો તથા સંતો ભગવાનની સન્‍મુખ દરરોજ છ કલાક સંકીર્તન કરી રહ્યા છે. સુરત  ગુરુકુલ ઉપરાંત રાજકોટ ગુરુકુલ પરિવારના દેશ-વિદેશમાં વસતા લાખો ભાવિકો પોતાના ઘરે પણ ભગવાનને

હિંડોળા ઝુલામાં પધરાવી સંકીર્તન સાથે ઝુલાવી ખરા અર્થમાં ચૈત્ર નવરાત્રી ઉજવી રહ્યા છે .

(4:08 PM IST)