<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

બપોર સુધીમાં કોંગ્રેસ - ભાજપના ૭-૭ ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

શકિત પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ

પોરબંદરમાં માંડવિયા - મોઢવાડિયાએ રેલી સ્‍વરૂપે ફોર્મ ભર્યુ : સુરેન્‍દ્રનગર - બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારો જનમેદની જોઇ રડી પડયા

નવી દિલ્‍હી, તા.૧૫: કેન્‍દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ત્‍યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર એક જ દિવસે ૭મી મેએ મતદાન થશે અને ૪ જૂને મતગણતરી થશે. ૧૨ એપ્રિલથી ૧૯ એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ત્‍યારે આજે સોમવારે રાજ્‍યની કેટલીય બેઠકો પર ભાજપપ્રકોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવાના છે. તો પ્રચંડ શક્‍તિ પ્રદર્શન સાથે મનસુખ માંડવિયા અને વસાવા સહિતનાઓએ ફોર્મ ભર્યું હતું. જોકે, કલેક્‍ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચે તે પહેલા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનો અલગ અંદાજ જોવા મળ્‍યો હતો. જેમાં બનાસકાંઠાના ગેનીબેન ટ્રેક્‍ટર છોડી ક્રેટામાં બેઠા હતા. તો પોરબંદરથી મનસુખ માડવિયા મહાદેવના દર્શન કર્યા બાદ ભવ્‍ય રોડ શો યોજ્‍યો હતો. તેમજ સુરેન્‍દ્રનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જનમેદની જોઈને રડી પડ્‍યા હતા.

બનાસકાંઠા લોકસભામાં ચૂંટણીનો જંગ જામ્‍યો છે. જેમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરશે. તેમાં ભાભરમાં નિવાસસ્‍થાને કુળદેવી અને મહાદેવના દર્શન કર્યા છે. તેમજ પાલનપુરના ચડોતર નજીક જંગી સભાને સંબોધન કર્યું છે. તથા પાલનપુર કલેક્‍ટર કચેરી સુધી ગેનીબેન ઠાકોરે રોડ શો યોજ્‍યો હતો.

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સભા સંબોધન કરતા સ્‍ટેજ પર રડી પડ્‍યા હતા. જેમાં ચાલુ સંબોધન દરમિયાન ધ્રુસકે ધ્રુસકે ગેનીબેન રડ્‍યા છે. મતદારોને અપીલ કરતા કહ્યું વચન આપું છું, દગો નહીં કરું. ધરણીધર અને મા અંબા મારો વિશ્વાસ ન ડગવા દે તેવી પ્રાર્થના છે. મારો એક દીકરો છે, પરણાવી દીધો, હવે કોઇ જવાબદારી નહી. હવે સેવા માટે જીવન સમર્પિત કરવાનું છે. લોકોએ ફંડ પેટે આપેલા રૂપિયા હું છાતી પર રાખુ છુ. ભગવાનને પ્રાર્થના કરું છું કે મારો વિશ્વાસ ન ડગે.

પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા અને પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ તેઓએ પૂર્વે પોરબંદર શહેરમાં આવેલા ભાવેશ્વર મંદિર ગાંધી જન્‍મસ્‍થળ કીર્તિ મંદિર અને સુદામા મંદિર ખાતે દર્શન કર્યા હતા. ત્‍યાર બાદ સુદામા ચોકમાં આયોજિત વિજય વિશ્વાસ સંમેલનમાં બંને ઉમેદવારો ઉપસ્‍થિત રહ્યા હતા અને સભાને સંબોધી હતી.(

(5:41 PM IST)