<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

એક રઘુવંશી (ગૌરવ જસાણી) આણંદ જિલ્લા પોલીસ વડા બન્‍યા... બીજા રઘુવંશી (દીપક મેઘાણી) ને ડીઆઇજી તરીકે બઢતી

લોહાણા સમાજના દીપક મેઘાણીએ સુરેન્‍દ્રનગર એસપી તરીકે ફરજ બજાવી હોવા છતાં સૌરાષ્‍ટ્રના જ્ઞાતિજનો ભલે અજાણ હોય ગુજરાતનો સમાજ જેમના એનેક કાવ્‍ય સંગ્રહ પ્રસિદ્ધ થયા છે તેવા આ આઇપીએસથી સુપરિચિત છે અંગ્રેજી પર ખૂબ પ્રભુત્‍વ ધરાવતા તેજસ્‍વી છાત્ર એવા ગૌરવ જસાણીએ ગોંડલનાં રાજવી ભગવતસિંહજીનાં વિચારો મુજબ ખૂબ અભ્‍યાસ કરી વેપારને બદલે ઉચ્‍ચ કારકિર્દી પસંદ કરી હતી પત્રકાર બનવાની મહેચ્‍છા વચ્‍ચે મિત્રોની સમજાવટથી અને આઇપીએસ સુભાષ ત્રિવેદી જેવા નીડર આઇપીએસનાં પરિચયમાં આવવાથી જીપીએસ કેરિયર પસંદગી કરી અને આઇપીએસ સુધી પોહચ્‍યા. પત્‍ની અમીબેન જીએસટીમાં આસી સેલ ટેક્ષ કમિશનર પદે કાર્યરત છે પ્રેરણાદાયક કથા

 

રાજકોટ તા.૧૫ : રવિવારની રજાના દિવસોમાં ૩૫ જેટલા આઇપીએસ અધિકારીઓની બઢતી બદલી ઓર્ડરમાં ખૂબ સારું કહી શકાય તેવા આણંદ જિલ્લા પોલીસ વડા તરીકે ઘણા લાંબા સમયથી ખૂબ કાબેલિયત છતાં સાઇડ પોસ્‍ટમાં રહેલ અને તાજેતરમાં જ કેન્‍દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જેમને આઇપીએસ કેડરમાં નીમીનેટ કરવામાં આવેલ તેવા મુખ્‍ય પોલીસવડાની ઓફિસના સ્‍ટાફ ઓફિસર એસપી ગૌરવ જસાણીની પસંદગી કરવા સાથે રાજ્‍યના લો એન્‍ડ ઓર્ડરના એસપી દીપક મેઘાણીને ડીઆઈજી તરીકે બઢતી આપતા રઘુવંશી સમાજમાં ખૂબ હર્ષની લાગણી ફેલાવા પામી છે.  દીપક મેઘાણી આઇપીએસ બન્‍યા બાદ સુરેન્‍દ્રનગર એસપી અને વડોદરા ડીસીપી સહિત મહત્‍વના સ્‍થાને ફરજ બજાવી છે, લોહાણા સમાજમાંથી ભાગ્‍યેજ કોઈને જાણ હશે કે જેમના અનેક કાવ્‍ય સંગ્રહ પ્રસિદ્ધ થયા છે તેવા ખૂબ ઉમદા વિચારો આ અધિકારી  છે, સૌરાષ્‍ટ્રનાં લોહાણા સમાજના લોકો બહુ પરિચિત ભલે ન હોય સચિવાલયમાં મહત્‍વના પદ પર ફરજ બજાવતા અધિકારીઓ તેમને ખૂબ સારી રીતે જાણે છે.

 અંગ્રેજી ભાષા પર ખૂબ સારું પ્રભુત્‍વ ધરાવતા ગોંડલ લોહાણા સમાજના વેપારી પરિવારના ગૌરવ જસાણી તેજસ્‍વી છાત્ર હતા. તેમને વજન કાંટા નહિ વિવિધ પુસ્‍તકોનો શોખ , પત્રકાર બનવાની મહેચ્‍છા વચ્‍ચે એક અઢી જમાનામાં સામાજિક તત્‍વો જેના નામ માત્રથી ફફડતા તેવા તાજેતરમાં જ એડિશનલ ડીજી પદે બઢતી મેળવનાર સુભાષ ત્રિવેદી જેવા અધિકારીઆઙ્ઘ વિષે જાણી નજીકથી મળી આઇએએસ કારકિર્દી બદલે પોલીસ તંત્ર પસંદ કર્યું gps તરીકે  પસંદગી પામી લીંબડી, સ્‍ટેટ કંટ્રોલ વિગેરે સ્‍થળે ફરજ બજાવી હતી.   

ગૌરવ જસાણી ભલે વેપારી પરિવારમાંથી હોય તેમના પરિવારમાં ગોંડલનાં પ્રજાવત્‍સલ રાજવી ભગવતસિંહજીનાં વિચારો મુજબ તેમના ભાઈ કેવલભાઈ પણ પોસ્‍ટ ઓફિસમાં સારા સ્‍થાને જવા સાથે તેમના પત્‍ની પણ સરકારી ફરજમાં છે.   

ગૌરવ જસાણીનાં પત્‍ની અમીબેન પણ જી.એ એસ કેડરનાં હોનહાર અધિકારી છે, જી.એસ. ટી.માં આસી કમિશનર તરીકે કાર્યરત છે, છતાં આ દંપતિ ખોટા અહમ કે દંભથી દુર રહ્યા છે

(5:31 PM IST)