<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

સ્‍પોર્ટસ પર્સન ન્‍યુટ્રીશનલ સપ્‍લિમેન્‍ટ સર્ટીફીકેશન લોગોનું મોહીત શર્માના હસ્‍તે અનાવરણ

 

ગાંધીનગર : ભારતીય ક્રિકેટર મોહિત શર્માએ ગાંધીનગરની નેશનલ ફોરેન્‍સિક સાયન્‍સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે સ્‍પોર્ટપર્સન (CoE NSTS) માટે ન્‍યુટ્રિશનલ સપ્‍લિમેન્‍ટ ટેસ્‍ટિંગમાં સેન્‍ટર ઓફ એકસેલન્‍સના સર્ટીફીકેશન લોગોનું અનાવરણ કર્યુ હતું. આ તકે શ્રી મોહિત શર્માએ પોતાના વિચારો વ્‍યકત કરતા જણાવ્‍યું હતું કે NFSU ના CoE NSTS  જેવી સવલત રમતગમત વ્‍યકિતઓ માટે પૂરક પરીક્ષણો ભારતીય ઉત્‍પાદકો અને રમતવીરો માટે લાભદાયી બની રહેશે. તેમણે પોતાના અનુભવ દ્વારા આવા સપ્‍લીમેન્‍ટસની અનિવાર્યતા અને તે ઉપરાંત, ખોટા પદાર્થોના સેવનના જોખમને પ્રકાશિત કર્યુ, જે વ્‍યીકતની કામગીરી અને કારકીર્દીને પણ અવરોધે છે. નેશનલ ફોરેન્‍સિક સાયન્‍સિસ યુનિવર્સિટી NFSU ના કુલપતિ ડો. જે. એમ. વ્‍યાસે અધ્‍યક્ષીય સંબોધન કર્યુ હતું. પ્રો. (ડો.) એસ. ઓ. જુનારે, કેમ્‍પસ ડાયરેકટર, એન. એફ. એસ. યુ. ગાંધીનગરએ સ્‍વાગત પ્રવચન કર્યુ અને સ્‍પોટર્સપર્સન  (CoE NSTS) માટ ન્‍યુટ્રિશનલ સપ્‍લીમેન્‍ટસ ટેસ્‍ટિંગમાં સેન્‍ટર ઓફ એકસેલન્‍સના મહત્‍વ વિશે માહિતી આપી. સી. ડી. જાડેજા, એકિઝકયુટીવ રજિસ્‍ટ્રાર- NFSU   પ્રો. (ડો.) પૂર્વી પોખરિયાલ, કેમ્‍પસ ડાયરેકટર, NFSU  દિલ્‍હી,  પ્રો. (ડો.) નવીનકુમાર ચૌધરી, કેમ્‍પસ ડાયરેકટર, NFSU  ગોવા, ડો. આસ્‍થા પાંડે, હેડ, CoE NSTS   કાર્યક્રમ દરમિયાન NFSU   ની વિવિધ સ્‍કુલ્‍સના ડીન અને એસોસીએટ ડીન, ફેકલ્‍ટી, સ્‍ટાફ સભ્‍યો અને NFSU  ના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

(5:34 PM IST)