<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

સુરતમાં ઝાડા ઉલટી થવાથી ટ્રાફિક પોલીસ પ્રશાંત પાટિલનું મોત

૪-૫ દિવસથી ખાનગી હોસ્‍પિટલમાં સારવાર લઈ રહ્યા હતા

સુરત, તા. ૧પ : પ્રશાંત પાટિલ જે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. તેમને ઝાડા ઉલટી થવાના કારણે  ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. તેમનું આજે સવારે  મૃત્‍યુ થયુ છે. સુરત શહેર પોલીસ તંત્ર દુઃખનીે માહોલ ફેલાઇ છે.

કેટલાક સમયથી ગરમીનું તાપમાન વધી રહ્યુ છે. તેવામાં સુરત શહેરમાં દરેક હોસ્‍પિટલોમાં  ઝાડા ઉલટીના કેસો દિવસે દિવસે વધતા રહે છે.ે તેવામાં સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા પ્રશાંત પાટિલનું આજે સવારે ખાનગી હોસ્‍પિટલમાં દુઃખ અવસાન થયુ છે. તેઓ છેલ્લા ૪-૫ દિવસથી  ઝાડા ઉલટી થવાથી હોસ્‍પિટલમાં દાખલ હતા. પણ દિવસે દિવસે તેમની  તબીયત બગડતા તેમણે ખાનગી હોસ્‍પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. અને સુરત શહેરમાં પોલીસ તંત્રમાં દુઃખનું માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરની હોસ્‍પિટલોમાં ઝાડા ઉલટીના કેસોમાં સખત વધારો જોવા મળી રહ્યો છે

(5:36 PM IST)