News of Monday, 15th April 2024
વિવિધ ક્ષેત્રોના શ્રેષ્ઠીઓ અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચૌધરીનાં એબસ્ટેક્ટ આર્ટનાં જ્ઞાનથી પ્રભાવિત
ગુજરાતના આર્ટ જગતનું વિશ્વમાં નામ અંકિત કરવા લાખો રૂપિયાના ચિત્રોની ભેટ આપનાર આ આઇપીએસની કલા વિષે જાણવા લોકો ઉત્સુક :ગૌમાતાના માધ્યમથી બનતા પંચગવ્ય કેવી રીતે રોગથી દુર રાખે છે? તે વિશે પણ ઉપયોગી માહિતી કાર્યક્રમમાં અપાઇ

રાજકોટ, તા.૧૫: ગાંધીનગર મહુડી રોડ પર નિર્માણ પામતા વિશ્વ લેવલનાં આર્ટ મિયુઝિયમમાં જેમની લાખોની કિંમત છતાં અમૂલ્ય છે તેવા અદભુત ચિત્રોની ભેટ આપી વિદેશથી ગુજરાત આવતા લોકોમાં ગૂજરાત સંસ્કળતિ કલા અને આર્ટ ક્ષેત્રે કોઈથી પાછળ નથી તેવી પ્રતીતિ કરાવનાર સિનિયર આઇપીએસ અને અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશનર દ્વારા વિવિધ કેટેગરીના શ્રેષ્ઠીઓ દ્વારા જાણીતી હિરોઈન શિલ્પા શેટ્ટી પણ જેના એબસ્ટૅક્ટ આર્ટ પર પ્રભાવિત થયેલ તે અંગે જાણકારી મેળવવા એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવેલ.
આ કાર્યક્રમ સાથે ગૌમાતાના માધ્યમ દ્વારા નંદી પંચગવ્ય અને અન્ય પ્રોડક્ટનો ઉપયોગ ઘરમાં ધુપ દીપ કરવાથી રોગથી કેવી રીતે મુકત રહેવાય, ગાયોને કત્લ ખાને ધકેલાતી કેવી રીતે બચાવી શકાય તેની ખૂબ ઉપયોગી અને લોક કલ્યાણકારી માહિતી મહેન્દ્રભાઈ બજાજ દ્વારા આપવામાં આવેલ. વિવિધ વર્ગના અને વિવિધ ક્ષેત્રના લોકો આ જાણકારીથી ખૂબ પ્રભાવિત થયેલ અત્રે યાદ રહે કે અજય ચૌધરી દ્વારા કાર્યક્રમ સમયે જ અદભુત ચિત્ર કંડારી પોતાની કલાનો પરિચય કરાવેલ ઉકત પ્રસંગે વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે યુટયુબ પર જેમના વિવિધ પ્રસંગો અને વિવિધ ભાષાઓનાં ગીતો ખૂબ લોકપ્રિય છે તેવા દીપશિખા ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.(૨૩.૧૨)
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
