<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th April 2024

સુરતમાં આજની શોભાયાત્રા પહેલા ડ્રોન ચેકીંગ, ધાબા પર જવાનો, અર્ધ લશ્‍કરી દળ સાથે અનુપમસિંહ ગેહલોત દ્વારા ખૂણેખૂણા ચકાસ્‍યા છે

એક યુગમાં ગણેશ વિસર્જન સમયે સુરતમાં ફાયરિંગ સહિતની ઘટના તથા રાજ્‍યમાં વિવિધ વિસ્‍તારમાં પોતે આઇબી વડા તરીકે આપેલ ચેતવણી છતાં શોભાયાત્રા પર પડેલ પથ્‍થરોની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની કાળજી સીપી દ્વારા અનોખી રીતે લેવાઇ છે ક્રાઇમ બ્રાન્‍ચ વડા કે.એન.ડામોર, ડીસીપી ભાવેશ રોજીયા સહિત ક્રાઇમ બ્રાંચ ટીમ, ડીસીપી રાજદીપસિંહ નકુમ, એસ.ઓ.જી. પી.આઇ અશોક ચૌધરી ટીમની સાથે સંકલનની અદભુત ભૂમિકા પીસીબી પીઆઇ આર.એસ.સુવેરા દ્વારા અદભુત રીતે ભજવી છે

 

રાજકોટ,તા. ૧૭: પ્રવર્તમાન લોકસભાની ચૂંટણી અંગેની ફોર્મ ભરવા સહિતના બંદોબસ્‍ત, આંદલનનની આશંકા વચ્‍ચે આસ્‍થાના પ્રતિક સમી ભગવાન રામની જન્‍મ જયંતીના ઉજવણી સમયની શોભાયાત્રામાં ભૂતકાળમાં પોતે આઇબી વડા તરીકે આગોતરી ચેતવણી આપ્‍યા છતાં જે અનિચ્‍છનીય ઘટનાઓ ગુજરાતના વિવિધ વિસ્‍તારમાં બનેલ તેનું પુનરાવર્તન ન થાય તે માટે ચાર્જ લેતા સાથે જ શોભા યાત્રાનાં રૂટ પર જાત નિરીક્ષણ કરવા સાથે  આખા વિસ્‍તારનું ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરી સુરતમાં એક યુગમાં ગણપતિ વિસર્જન સમયે ઘટેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન લેવાતી કાળજી રાખી પોતાની દૂરંદેશીનો પરિચય કરાવવા સાથે રૂટ પર આવેલ ધાબાઓ પર પણ પોલીસ જવાનો ગોઠવેલ, સુરતમાં આવું સર્વ પ્રથમ બન્‍યાંનું તમામ પોલીસ અધિકારીઓ અને સ્‍ટાફ એકી અવાજે બોલી આફ્રિન પોકારી ગયેલ. અત્રે એ યાદ રહે કે એક યુગમાં  સુરતમાં ગણપતિ વિસર્જન પ્રસંગે કાયદો વ્‍યવસ્‍થા અંતર્ગત ફાયરિંગ સુધીની નોબત આવેલ , આવી તમામ ઘટનાઓ અંગે આઇબી વડા તરીકે ખૂબ ઊંડો અભ્‍યાસ કરેલ તે બધી બાબતો બંદોબસ્‍તના માસ્‍ટર પ્‍લાનમાં ખૂબ ઉપયોગી પુરવાર  થઈ રહેલ છે.

 

(4:21 PM IST)