News of Thursday, 18th April 2024
આવતીકાલે 'રૃપાલા હટાવ આંદોલન પાર્ટ-૨'ની રણનીતિ ગાંધીનગરમાં ઘડાશે

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૃપાલાએ લગભગ ૨૫ દિવસ પહેલા અકારણ ક્ષત્રિય સમાજની બહેન - બેટીની અસ્મિતાને ઠેસ પહોંચે તેવા વિધાનો કરતા ગુજરાતભરમાં ક્ષત્રિયોમાં મોટા પાયે રોષ ભભુકી રહ્યો છે. આવતીકાલે બપોરે ગાંધીનગરના ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજની ૯૨ સંસ્થાઓની સંકલન સમિતિની મહત્વની મીટીંગ મળવા જઇ રહી છે. જેમાં 'રૃપાલા હટાવ' આંદોલન પાર્ટ-૨ ની રણનીતિ ઘડવામાં આવશે તેમ સંકલન સમિતિના ઉપાધ્યક્ષ રમજુભા જાડેજાએ અકિલાને જણાવ્યું હતું.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
