<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

સલમાનખાનના ઘર બહાર ફાયરીંગ કરનાર આરોપીઓ દ્વારા હથિયાર સુરતના વરાછા વિસ્‍તારની અશ્વિની ખાડીમાં ફેંકાયાની કબૂલાત આધારે ભારે ધમધમાટ

આ મામલાની તપાસનું સુકાન સંભાળતા એન્‍કાઉન્‍ટર સ્‍પેશિયાલીસ્‍ટ દયા નાયક ક્રાઇમ બ્રાન્‍ચ ટીમ સાથે સુરત દોડી આવ્‍યાઃ કુખ્‍યાત લોરેન્‍સ બિશ્‍નોઇ ગેંગનાં ફાયરીંગ કરનાર આરોપીઓ કચ્‍છ નાશી જતા પહેલાની કબૂલાત આધારે ધમધમાટ, સુરત ક્રાઇમ બ્રાન્‍ચ સહિત તમામને મુંબઇ પોલીસની મદદમાં રહેવા પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા આદેશ

 

રાજકોટ,તા.૨૨: જાણીતા ફિલ્‍મી અભિનેતા સલમાનખાનનાં મુંબઇ સ્‍થિત ગેલેક્‍સી નિવાસ સ્‍થાન બહાર ફાયરીંગ કરવાના ચકચારી મામલામાં  મુંબઇ ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા ચાલતી પુછપરછમાં આરોપીઓ કચ્‍છ નાશી છૂટતા પહેલા સુરતમાં વરાછા વિસ્‍તારમાં આવેલ અશ્વિની ખાડીમાં હથિયાર ફેંક્‍યાની કબૂલાત આધારે આજ સવારથી જ મુંબઈ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ આ કેસના મુખ્‍ય તપાસનીશ અધિકારી એવા દયા નાયક કાફલા સાથે સુરત દોડી આવી હથિયાર શોધવા ભારે ધમધમાટ શરૂ કર્યો છે.

સુત્રોમાંથી સાંપડતા અહેવાલ મુજબ મુંબઇ પોલીસના ટોચના સત્તાવાળાઓ દ્વારા આ મામલે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની મદદ માંગતા, સુરત સીપી દ્વારા ઉકત ટીમને તમામ પ્રકારે મદદ કરવા તાકીદે સૂચના આપી દીધી હતી.

અત્રે એ યાદ રહે કે લોરેન્‍સ બીસ્‍નૌઈ ગેંગ દ્વારા સલમાન ખાનની હત્‍યા કરવાની ખુલ્લી જાહેરાત કરવામાં આવી છે, આ સંદર્ભે મુંબઇ પોલીસ કમિશ્નર સમક્ષ રજૂઆત પગલે તેમને લોખંડી સુરક્ષા આપવામાં આવી છે.

દરમિયાન આ ગેંગ દ્વારા સલમાનખાનનાં નિવાસસ્‍થાન બહાર ફાયરીંગ થયા બાદ આ કારનામા પોતાની ગેંગનાં હોવાની પણ કબૂલાત આપી હતી.

સલમાનખાન કે જે ગેલેક્‍સી બિલ્‍ડિંગમાં તેમના પિતા અને ભાઈ સાથે રહે છે તે ઘર બહાર ફાયરીંગ કર્યા બાદ આરોપીઓ સુરત બાદ કચ્‍છ તરફ નાસેલા, બોર્ડર રેન્‍જ વડા ચિરાગ કોરડીયા તથા ડીઆઇજી લેવલના કચ્‍છ પヘમિનાં વડા મહેન્‍દ્ર બગરીયા ટીમ દ્વારા આરોપીઓને ઊંઘતા ઝડપી લીધા હતા.

(3:29 PM IST)