તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Monday, 22nd April 2024
કુખ્યાત ગુન્હેગારોનાં અડ્ડા જેવા સ્થળે સુરત પોલીસનું વહેલી સવારે કોમ્બિંગ ઓપરેશન
હાર્ડ કોર ક્રીમીનલો દ્વારા ડ્રગ્સ, ગાંજો, દારૂ, હથીયાર વેચાણ,સાથે વોન્ટેડ ગુનેગારોનાં આશ્રય સ્થાન હોવાની બાતમી મોડી રાતે મળતા સવારમાં જ અમલ : સીપી અનુપમસિંહ ગેહલોત સુધી વાત પહોંચતા સુરત એસ.ઓ.જી. ડીસીપી રાજદીપસિંહ નકુમ, એસ. ઓ. જી પીઆઇ અશોક ચૌધરી સહિત હથિયારબંધ ૩૫ થી વધુ પોલીસ કાફલો ડ્રોન નીરિક્ષણ સાથે ત્રાટક્યો , પરિસ્થિતિ પામેલ તમામ ઉચાળા ભરી ગયેલ. પીસીબી પીઆઇ આર એસ સુવેરા સતત સંકલનમાં રહ્યા

રાજકોટ તા.૨૨: કતારગામ નજીકના રેલવે પાટા આસપાસની ઝૂપડપટ્ટીમાં ડ્રગ્સ પેડલરો દ્વારા મોટા પાયે તેની સૂમસામ પરિસ્થિતિર્નો લાભ ઉઠાવી ડ્રગ્સ ઘૂસાડવા સાથે ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ઉતારવા સાથે રીઢા ગુનેગારોનું આશ્રય સ્થાન જેવું બની રહ્યાની બાતમી સુરતની ઇતિહાસ ભૂગોળ વિગેરે પરિસ્થિત સાથે ક્રાઇમ કુંડળી મેળવવા સતત સક્રિય બનેલા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સમક્ષ ગત રાત્રે રજૂઆત થવાના પગલે જરા પણ સમય ગુમાવ્યા વગર તાકીદે પીસીબી પીઆઇ આર એસ. સુવેરા સાથે પ્રાથમિક ચર્ચા બાદ સમગ્ર ઓપરેશન વહેલી પરોઢે કરવા અને તે સાથે ડ્રોન નિરીક્ષણ કરવા આપેલ સૂચના અંતર્ગત સુરતમાં વહેલી સવારથી એસ. ઓ.જી. ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શન હેઠળ ૩૫ થી વધુ સ્ટાફ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ચાર્જ સાંભળતા સાથે જ પોતે ગુન્હાખોરીનાં આશ્રયસ્થાનો મનાતા સ્થાનો પર સરપ્રાઈઝ ચેકીંગ કરાવી, આવા સ્થળો પરથી કેફી દ્રવ્યો, દારું કે ગેર કાયદે હથિયારો મળ્યે આવા અપરાધીઓ કે અન્ય અપરાધીઓનો ખેર નહિ રહે તેવી જે ચેતવણી આપી હતી તે બાદ કેટલાકે રાજકોટ બરોડા વિગેરે સ્થળે પૂછપરછ કરતા રાજકોટમા નામચીન ગુનેગારોને હાલ સુરત ફરજ બજાવતા પીઆઇ અતુલ સોનારા સહિત સ્ટાફે સીપી ઓફિસનાં લીબડાનો સ્વાદ ચખાડી આગવી ઢબે થતી સરભરાની વાતો વર્ણવતા આવા અપરાધીઓ હાલ તુરંત માયા સંકેલી લીધી હોય તેમ ખૂણૂ ખૂણો પોલીસ કાફલા દ્વારા તપાસવા છતાં કોઈ વ્યક્તિ કે ગાંજા જેવા પદાર્થ અને મોટે પાયે દારૂના વેચાણની પ્રવૃત્તિ કે પર પ્રાંતીય વોન્ટેડ ગુનેગારો તો શું એક ખાલી બોટલ પણ ન મળી આવતા પોલીસ કાફલાએ નિરાંતનો શ્વાસ લીધો હતો.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
