<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષા સંપન્‍નઃ ૩૫ મુમુક્ષુઓ દ્વારા ૬૮ લાખનું વર્ષીદાનઃ ૫.૨૯ કરોડની ઉછામણી

ગઇકાલે ભવ્‍ય વર્ષીદાન યાત્રા નીકળીઃ હાથી, ઘોડા, ઉંટગાડીઓ, બળદગાડા, શણગારેલા રથો ઉપરાંત વિન્‍ટેજકારોમાં બેસીને દીક્ષા લેતા પહેલા છૂટા હાથે ચલણી નોટો, વસ્ત્રો, વાસણો, મોતી વગેરેનું દાન

અમદાવાદ,તા. ૨૨: અમદાવાદ ખાતે આજે ૩૩ મુમુક્ષુઓનો ભવ્‍ય દીક્ષા મહોત્‍સવ યોજાયો હતો. ગઇ કાલે ૩૫ મુમુક્ષુઓ દ્વારા ૬૮ લાખ રૂપિયાનું વર્ષીદાન કરાયું અને ઉપકરણોની  ઉછામણી ૫ કરોડ ૨૯ લાખની ઉછામણી કરવામાં આવી હતી. અત્‍યાર સુધીના દીક્ષા મહોત્‍વસમાં સૌથી મોટી દીક્ષાની ઉછામણી કરવામાં આવી હતી. ઐતિહાસિક જૈન દીક્ષા મહોત્‍સવમાં રવિવારે અમદાવાદમાં ૩૫ મુમુક્ષુઓની ભવ્‍ય વર્ષીદાન યાત્રા નીકળી હતી. જેમાં હાથી, ઘોડા, ઊંટગાડીઓ, બળદગાડા, શણગારેલા રથો ઉપરાંત વિન્‍ટેજ કારોમાં બેસીને દીક્ષા લેતાં પહેલાં છૂટા હાથે ચલણી નોટો, વષાો, વાસણો, મોતી વગેરેનું દાન કરવામાં આવ્‍યું હતું.

આ ઉછામણીમાં આશરે ૧૦ હજારથી વધારે શ્રાવક-શ્રાવિકાઓ હાજર રહ્યાં હતા, સાથે સાથે ૪૦૦થી વધુ ગુરુભગવંતો તેમજ આચાર્ય મહારાજ સાહેબો હાજર રહ્યાં હતા. આશરે ૯૦ મિનિટમાં ૫ કરોડ ૨૯ લાખની ઉછામણી કરવામાં આવી હતી. ૩૫ મુમુક્ષુ માટે પ્રત્‍યેક ૧૫ લાખ સુધીની રકમની ઉછામણી કરવામાં આવી હતી. ૩૫ મુમુક્ષુઓ માટે ૧૭૫ ઉછામણી બોલવામાં આવી હતી.

૭ કિલોમીટર લાંબી વર્ષીદાનના વરઘોડો સવારે ૬.૩૦ કલાકે મુમુક્ષુ ભાવેશભાઈ ભંડારી નિવાસસ્‍થાનથી ઋજુવાલિકા, શાંતિનગરથી શરૂ થયેલી શોભાયાત્રા ઉસ્‍માનપુરા ચાર રસ્‍તા, આશ્રમ રોડ, પાલડી ચાર રસ્‍તા થઈને સાત કિલોમીટરની યાત્રા કરીને રિવરફ્‌ર્ન્‍ટથી ભવ્‍ય અધ્‍યાત્‍મ નગરીમાં આવી પહોંચી હતી. આ વર્ષીદાનના વરઘોડામાં આશરે ૪૦૦ સાધુ-સાધ્‍વીજી ભગવંતો ઉપરાંત આશરે દસ હજાર ભાવિકો જોડાયા હતા. જ્‍યારે રાજનગર અમદાવાદના આશરે ૫ લાખ લોકોએ વિવિધ સ્‍થળેથી વરઘોડાના દર્શન કર્યા હતા. વર્ષીદાનના વરઘોડામાં કેરાલાના પ્રખ્‍યાત સંસ્‍કળતિ નળત્‍યુ કથકલીની મંડળીએ પણ ભાગ લીધો હતો. આજે સોમવારે સવારે ૬ વાગ્‍યે  દીક્ષા મહોત્‍સવ યોજાયો હતો. મુમુક્ષુઓ સાધુ બન્‍યા પછી જે ૧૮ વષાો, પાત્રો, ઉપકરણો માટે ઐતિહાસિક ઉછામણી કરવામાં આવી હતી. જેમાં ૧૮ વષાોને જૈન સમાજમાં ઓઘા અને મુહપત્તિ સિવાય કામળી, કાપડો, સાડો અથવા ચોલપટ્ટો, પાત્રા, તરપણી, ચેતનો, પુસ્‍તકની પોથી, નવકારવાળી, દાંડો, દંડાસન, સુપડી, પૂંજણી, ચરવળી, આસન, સંથારો અને ઉત્તરપટ્ટો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉછામણીમાં સૌથી વધુ ઉછામણી રુચિકુમારી મહેન્‍દ્રભાઈ અંગારાને ઉપકરણો વહોરાવવા માટે ૬૯ લાખની ઉછામણી બોલવામાં આવી હતી.

(3:32 PM IST)