તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
એ.એસ.આઇ. સાગર પ્રધાને કિંમતી મુદ્દામાલ પરત આપવા ૧૫ લાખ નક્કી કરી, પ્રથમ હપ્તાના ૫ લાખ વસૂલવા પોતાના મિત્રને મોકલેલ એ.એસ.આઇ. વતી ૫ લાખ સ્વિકારનાર તેના મિત્ર ઉત્સવ પ્રધાન એ.સી.બી. છટકામાં ઝડપાઇ ગયા તે પાછળની રસપ્રદ કથા
૫ લાખ હોય કે ૫૦૦ ગરીબ માણસ માટે ૫૦૦ પણ મોટા હોય છે, ઈનચાર્જ એ.સી.બી. વડા મોટા માથા સાથે માનવતા ચૂકેલાઓને પણ ન છોડવા આપેલ આદેશ અંતર્ગત ચાલતા અભીયાનને ફરી મોટી સફળતા

રાજકોટ તા.૨૪: રાજ્ય સરકારની ગરીબો અને મધ્યમવર્ગ માટેની સારી યોજનાને કેટલાક કટકીબાજોને કારણે બદનામી મળવા સાથે નાની નાની વાતમાં લોકોને જેની સાથે સિધો પનારો રહે છે તેવા વિભાગ દ્વારા ખૂબ મોટી લાંચ માંગવામાં આવતી હોવાની વાતો ઇન્ચાર્જ એસીબી વડા શનશેરસિંંઘ સુધી પહોંચતા પોલીસ તંત્ર, રેવન્યુ, નગરપાલિકા, મહાનગરપાલિકા, આરટીઓ, વિવિઘ ડેવ. ઓથોરિટી માટે ક્રોષ ચેકીંગ વ્યવસ્થાની યોજનાઓ સાથે આવા લાંચિયા તત્વો સામે કડકાઈથી પગલાંઓ લેવા અને પોતાને સીધો રિપોર્ટ કરવા આપેલ આદેશ પરિણામ લાવી રહ્યો છે, સુરતમાં ૧૫ લાખની લાંચનો પ્રથમ હપ્તો ૫ લાખ વસૂલવા જતા આર્થિક ગુન્હા નિવારણ શાખાનાં એએસઆઇ સાગર પ્રધાન તથા તેમાં મદદગારી કરનાર તેના મિત્ર ઉત્સવ પ્રધાનને ૫ લાખ સ્વિકારતા ઝડપી લેવાયા છે.
ગુનાની ટુંક વિગત આ કામના ફરિયાદીના ભાગીદાર ઉપર મુંબઇમાં છેતરપીડીનો ગુનો દાખલ થયેલ જે અન્વયે આ કામના આરોપી નં.૧ નાઓ ફરિયાદીને તથા તેના ભાગીદારને પકડી લાવેલ સાથે ફરિયાદીની ઓફિસમાંથી લેપટોપ, ડિવીઆર, કંપનીના દસ્તાવેજો, અને ડાયમંડ પણ આ કામના આરોપી નં.૧ પોતાની ઓફિસમાં લઈ આવેલ અને ફરિયાદીના ભાગીદારને મુંબઇ પોલીસમાં દાખલ થયેલ ગુનાના કામે સોપી દિધેલ. બાદ ફરિયાદીને છોડવાના તથા ફરિયાદીની ઓફિસ માંથી લઇ આવેલ માલ સામાન પરત આપવાના અવેજ પેટે ફરિયાદી પાસે રૂ.૧૫,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરેલ. જેમાંથી આજરોજ રૂ.૫,૦૦,૦૦૦/- માંગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદીશ્રી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નં.૧ ના કહેવાથી આરોપી નં.૨ નાએ લાંચની રકમ સ્વિકારી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપી નં.૨ પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત. આરોપી નં.૧ સ્થળ પર મળી આવેલ નથી. ફરીયાદી એક જાગળત નાગરીક આરોપી (૧) સાગર સંજયભાઇ પ્રધાન એ.એસ.આઇ. ઇકોસેલ, સુરત શહેર (૨) ઉત્સવ સંજયભાઇ પ્રધાન (પ્રજાજન ) ગુનો બન્યા તા.૨૩/૦૪/૨૦૨૪, લાંચની માંગણીની રકમ રૂપિયા ૫,૦૦,૦૦૦/-, લાંચ સ્વીકારેલ રકમ રૂપિયા ૫,૦૦,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ રૂપિયા ૫,૦૦,૦૦૦/ ગુનાનુ સ્થળઃ મુંબઈ તડકા ફાસ્ટ ફુટ એન્ડ ચાઇનીઝ દુકાનની સામે અલ્કાપુરી સર્કલ બ્રીજ નીચે, કતારગામ, સુરત શહેર.
અત્રે એ યાદ રહે કે ક્લાસ વન અધિકારીઓ સામેની અ પ્રમાણસરની મિલકતો માટે સરકારની પરવાનગી જરૂરી હોય છે, ચીફ સેક્રેટરી રાજકુમાર દ્વારા ઊંડો રસ આ મામલે દાખવી સકારાત્મક અભિગમ દર્શાવેલ.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
