<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th April 2024

સુરત જીલ્લા બ્રહ્મસમાજના પ્રદેશ પ્રમુખ તરીકે કમલેશ મહેતા

રોજગારી મેળા યોજાયાઃ સુરત : ગુજરાત સમસ્‍ત બ્રહ્મસમાજ રાજ્‍યકક્ષા દ્વારા સુરત જિલ્લા બ્રહ્મસમાજ રાજ્‍ય કક્ષાના પ્રમુખ તરીકે કામરેજના શ્રી કમલેશ મહેતા ની નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂકને ગુજરાત બ્રહ્મસમાજના ટ્રસ્‍ટી યજ્ઞેશ દવે પ્રમુખ ભરતભાઈ રાવલ મહામંત્રી ગીરીશભાઈ ત્રિવેદી દ્વારા કમલેશ મહેતાને નિમણૂક પત્ર એનાયત કરી અભિનંદન આપ્‍યા હતા. સુરત મહિલા પાંખ દ્વારા એક રોજગારી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં વિવિધ પ્રકારના સ્‍ટોલ કરવામા આવ્‍યા હતા જેમાં કપડાનો સ્‍ટોર પાણીપુરીનો સ્‍ટોર પૂજાપા અગરબત્તી પાપડ ખાખરા વગેરે ૫૧ જેટલા સ્‍ટોલો કરી અને ૫૧ જેટલી મહિલાઓએ પોતાની રોજગારીનું સર્જન કર્યું હતું અને આ મેળાની અંદર અનેક લોકોએ ભાગ લઈ અને બ્રહ્મસમાજની ગોરાણીઓને પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું હતું.

(1:10 PM IST)