<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

મારો મત મારો અધિકારઃ મહતમ મતદાન માટે ટીમ પંચાયત સક્રીય

રાજયની પંચાયત પરિષદના પદાધિકારીઓ વતી ભરત ગાજીપરાની અપીલ

રાજકોટ તા.૧:રાજયમાં લોકસભાની ચુંટણીનું તા.૭ મેએ  મતદાન થનાર છે. આ ચુંટણીમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના બે સપુત નરેન્દ્રભાઈ મોદી અને માનનીય અમીતભાઇ શાહ દેશનું નેતૃત્વ કરે છે લોકશાહીમાં મતદાનની ટકાવારી વધે તે માટે વહીવટી તંત્ર અને રાજકીય પાર્ટીના કાર્યકરો પ્રયત્નશીલ છે. ગરમીના વાતાવરણની મતદાન ઉપર વિપરીત અસર વર્તાઈ રહેલ છે. થોડી મીનીટનો સમય કાઢી ગુજરાતમાં મહત્તમ મતદાન થાય તે માટે રાજકીય પક્ષો, વહીવટી તંત્ર અને સ્વેચ્છિક સંસ્થાઓનો સહકાર લઇ ગ્રામ-તાલુકા અને જિલ્લા પંચાયતમાં હોદેદારો, સભ્યો મહત્તમ મતદાન કરે અને કરાવે તે માટે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના પ્રમુખ પરેશ દેસાઈ(નવસારી) ઉપપ્રમુખ-હસમુખભાઈ પટેલ(આણંદ),શિલ્પાબેન પટેલ (ગાંધીનગર), જીવાભાઈ આહીર(કચ્છ), માનદ્ મંત્રી ભરત ગાજીપરા અને હંસાબેન પારેઘી(મોરબી),અન્ય હોદોદારો મલકાબેન પટેલ (છોટાઉદેપુર ),ભરતભાઈ સુતરીયા(અમરેલી),પરબતભાઈ પરમાર (પોરબંદર) પ્રયત્ન કરી રહેલ છે.

વધુને વધુ મતદાન થાય તે માટે તમામ તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો અને ચુંટાયેલા પંચાયતના સભ્યો પ્રયત્નશીલ છે જેમાં પંચાયત પરિષદના ઝોન પ્રભારી ઉત્તર ઝોન -હરિકૃષ્ણભાઈ પટેલ (સુરેન્દ્રનગર),સૌરાષ્ટ ઝોન -હરેશભાઈ ઠુંમર (જુનાગઢ),મધ્ય ઝોન- કરણસિંહ ડામોર (દાહોદ) અને દક્ષિણ ઝોન મહેન્દ્રસિંહ વાંસદીયા(ભરૂચ) ઝોન વાઈઝ આ અભિયાનને સફળ બનાવવા સંકલન કરશે. તેમ ભરત ગાજીપરા માનદ્ મંત્રી જણાવે છે.

(4:21 PM IST)