<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

જેના પર વિશ્વાસ કર્યો, તેણે વિશ્વાસઘાત કર્યો : સુસાઇડ નોટ લખી મહિલા કોન્‍સ્‍ટેબલનો આપઘાત

 

સુરત તા. ૧ : સુરતમાં એક મહિલા કોન્‍સ્‍ટેબલે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવી દીધુ છે. અને મહિલા કોન્‍સ્‍ટેબલે ઘરેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં લખ્‍યુ હતુ. કે જેના પણ વિશ્વાસ કર્યો તેને વિશ્વાસઘાત કર્યો છે. તેથી તે આગળ જીવવા નથી માગતી. પોલીસે સુસાઈડના આધારે તેના પ્રેમીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં સિંગણપોર પોલીસે સ્‍ટેશનમાં સાયબર સેલમાં ફરજ બજાવતી મહિલા કોન્‍સ્‍ટેબલ હર્ષાનાબેન ચૌધરી પોતાના રૂમમાં ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. જયારે મહિલા પોતાની ફરજ પરથી પાછા ફરીને પોતાના ઘરે જઈ રહેલા હતા. ત્‍યારે પછી તેમને પોતાના રૂમમાં ગળે ફાસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી હતી. અને તેમની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવેલી હતી.

(4:04 PM IST)