<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

કાલે હોટલોમાં મતદારોને ભોજન બીલમાં વળતર

ગુજરાત રાજ્‍ય હોટલ એસો.ની પહેલ

ગાંધીનગર તા. ૬ : લોકશાહીના આ પર્વમાં સહભાગી થઇને વધુમાં વધુ મતદાન માટે ગુજરાત રાજ્‍ય હોટલ એસોસિયેશનના સભ્‍યોઓ અનોખી પહેલ કરી છે. લોકશાહીના આ પર્વની ગર્વભેર ઉજવણી થાય અને લોકો વધુમાં વધુ મતદાન કરે એ ઉદ્દેશ્‍યથી ગુજરાત રાજ્‍ય હોટલ એસોસિયેશન દ્વારા મતદાન કરેલ દરેક મતદાતાને મતદાનના દિવસે ભોજનના બિલમાં ૭ થી ૧૦%નું ડિસ્‍કાઉન્‍ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને વધુમાં વધુ મતદાન થાય એ માટેની તમામ કામગીરીમાં સહભાગી બનવાની ખાતરી પણ આપી છે.  ઉલ્લેખનીય છે કે લોકસભા સામાન્‍ય ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે એ માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગળતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્‍ય હોટલ એસોસિયેશનના સભ્‍યો પણ સહભાગી થયા છે.

(11:57 AM IST)