News of Monday, 6th May 2024
મંગળથી ગુરૂ પારો ધગશે, અમુક સેન્ટરોમાં ૪૩ ડીગ્રીને વટાવશે
તા. ૬ થી ૧ર મેં દરમ્યાન ગરમીનો આકરો રાઉન્ડ, તાપમાનની રેન્જ ૪૧ થી ૪૩ ડીગ્રી વચ્ચે રહેશે, તા. ૭ થી ૯ ગરમી ભુક્કા કાઢશેઃ વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી

રાજકોટ તા. ૬ :.. અસહ્ય તાપ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્યારે હજુ આ સપ્તાહમાં તો ગરમીથી રાહત મળવાની નથી. આ અઠવાડીયામાં તાપમાનનો પારો ૪૧ થી ૪૩ ડીગ્રીની રેન્જમાં તો આવતીકાલે મંગળથી ગુરૂવાર દરમ્યાન મહત્તમ તાપમાન અમુક સેન્ટરોમાં ૪૩ ડીગ્રીને પણ વટાવી જવાની શકયતા છે. તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
તેઓએ જણાવેલ કે ગઇકાલ તા. પ મે ના વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજયના અનેક સેન્ટરોમાં મહત્તમ તાપમાન ૧ થી ૪ ડીગ્રી નોર્મલથી નીચુ રહ્યું હતું. હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન ૪૧ થી ૪ર ડીગ્રી ગણાય.
ગઇકાલે અમદાવાદમાં ૩૯.ર ડીગ્રી (નોર્મલ થી ૩ ડીગ્રી નીચુ), રાજકોટ ૩૭ ડીગ્રી (નોર્મલથી ૪ ડીગ્રી નીચુ), ભુજ ૩૭.૪ (નોર્મલથી ૩ ડીગ્રી નીચુ), અમરેલી ૪૦.૮ (નોર્મલથી ૧ ડીગ્રી નીચુ), સુરેન્દ્રનગર ૩૯.૮ (નોર્મલથી બે ડીગ્રી નીચુ) તાપમાન નોંધાયેલ. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા. ૬ થી ૧ર મે સુધીની આગાહી કરતા જણાવેલ કે આગાહી સમયમાં પવનો મુખ્યત્વે પヘમિ, ઉત્તર પヘમિ તેમજ દક્ષિણ પヘમિના રહેવાની શકયતા છે. પવનની સ્પીડ ૧પ થી ર૦ કિ. મી., કલાકની રહેવાની શકયતા છે. સાંજે રાત્રે ઝાટકાના પવનો ર૦ થી ૩૦ કિ. મી. કલાકની ઝડપે ફુંકાવાની શકયતા છે. સૌરાષ્ટ્ર - ગુજરાત અને કચ્છમાં હવે નોર્મલ મહત્તમ તાપમાન ૪૧ થી ૪ર ડીગ્રી ગણાય. આગામી સમયમાં મહત્તમ તાપમાનની રેન્જ ૪૧ થી ૪૩ ડીગ્રી રહેવાની શકયતા છે. તા. ૭ થી ૯ (મંગળથી ગુરૂ) મે દરમિયાન અમુક સેન્ટરો માં મહત્તમ તાપમાન ૪૩. પાર કરવાની શકયતા છે
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
