<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

જેલ મુકત રીઢા ગુનેગાર ઘેર હાજર છે કે પછી...? તડીપાર તો ઘેર નથી ને ? અને ક્રાઇમ બ્રાંચનો કાફલો ત્રાટકયો

સુરતમાં સામાજિક તત્‍વો સામેનો જંગ ત્રિપાંખિયો, રીઢા ગુનેગારોનો ઈતિહાસ એકઠો કરી પીસીબી પીઆઇ આર.એસ સુવેરાને પાસા કાર્યવાહી માટે મોકલવા સીપીનો આદેશ : રાજકોટમાં કરેલ અદભુત પ્રયોગની સફળતાને પગલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને સ્‍ફૂરેલ વિચારને મૂર્તિમંત કરવા જેસીપી રાઘવેન્‍દ્ર વસ્‍ત અને ડીસીપી ભાવેશ રોજિયા ટીમના નેતળત્‍વમાં જબરજસ્‍ત કોમ્‍બિંગ ઓપરેશનમાં એસ. ઓ.જી ટીમ પણ સામેલ

રાજકોટ, તા.૬: સુરત શહેરના વિવિધ રીઢા ગુનેગારો, વોન્‍ટેડ અપરાધીઓ તરીકે પોલીસ ચોપડે ચઢી ગયેલ અપરાધીઓ જેલ મુકત થયા પછી ખરેખર સુધર્યા છે કે રાતે ચોરી કરવા કે લૂંટ કરવા કે પછી ડ્રગ્‍સની હેરફેર માટે તો ગયા નથીને? તેની ખાત્રી કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા રાજકોટમાં જે પદ્ધતિ અપનાવી હતી તે સફળ પ્રયોગ સુરતમાં હાથ ધરી અને તે બાબતની મહત્‍વની જવાબદારી સુરત ક્રાઈમ બ્રાન્‍ચનાં જોઈન્‍ટ સીપી રાઘવેન્‍દ્ર વત્‍સ અને અનુભવી એવા ડીસીપી ભાવેશ રોજિયાને સુપ્રત કરતા ક્રાઇમ બ્રાંચનો આખો કાફલો આવા ગુનેગારોના આશ્રય સ્‍થાન ચેક કરવા ઉતરી પડ્‍યો હતો.          

અનુપમસિંહ ગેહલોત દ્વારા આવા અપરાધીઓનાં નિવાસ સ્‍થાને ચેક કરતી વખતે બહારના કોઈ અપરાધીઓ અહી આશ્રય લેતા નથી ને? તે બાબત ચેક કરવા સાથે આવા અપરાધીઓ દ્વારા ઘણી વખત પોલીસ પર ઓચિંતા હુમલા થતાં હોવાની બાબત ધ્‍યાને રાખી હથિયારથી સજ્જ થવા પણ સૂચન કરેલ.  

આ કોમ્‍બિગ ઓપરેશનમાં સુરત ક્રાઇમ બ્રાન્‍ચ, એસ. ઓ.જી.ના અધિકારીઓ અને સ્‍ટાફ પણ જોડાયેલ , ખૂબ પંકાયેલા વિસ્‍તારમાં થયેલ કોમ્‍બીંગ ઓપરેશન દરમિયાન ૮ જેટલા આરોપીઓ કે જે ઘેર ન હોવાં જોઈએ તેવા તડીપાર પણ મળી આવેલ.પોલિસના આવા પગલાઓને કારણે સામાજિક તત્‍વોમાં ફફડાટ અને સીધા સાદા સજ્જન લોકોમાં પોલિસના કાર્યની પ્રસંશા થયેલ છે.

દરમિયાન સુરતમાં અસામાજિક તત્‍વો માથું ઉચકે નહિ તે માટે  ચાલતા આ ત્રીપાંખીયા જંગમાં પાસાના અને તડીપારના શષાને ધારદાર બનાવવા આવા તત્‍વોનો માહિતી એકઠી કરી પાસા અને તડીપારની દરખાસ્‍ત માટે પીસીબી પીઆઇ આર.એસ. સુવેરાં ટીમ કે જે રાત દિવસ એક્‍ટિવ થયેલ છે તેમને મોકલી આપવા અલગથી આદેશ અપાયાનું સૂત્રો જણાવે છે.

(12:20 PM IST)