News of Monday, 6th May 2024
અઢળક ગુન્હાઓનો બેતાજ બાદશાહ શિવા મહાલિંગમને સુરત ક્રાઇમ બ્રાન્ચે ખાસ ઓપરેશનમાં ઝડપી લીધો
અમદાવાદથી રાજકોટ આવતી ચાંદીના ૧૦૮ પાર્સલ લૂંટના સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચકચાર જગાવનાર મામલામાં અંતે મોટી સફળતા, મુખ્ય સૂત્રધાર ઝબ્બેઃ રેસ્ટોરન્ટ માલિક સહિત ત્રણની હત્યા કરે તે પહેલા ડીસીપી ભાવેશ રોજીયાનાં નેતળત્વમાં અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જેસીપી રાઘવેન્દ્ર વત્સનાં માર્ગદર્શનમાં મોટી સફળતા મળી : ૨ પિસ્તોલ, ૧૦ કારતૂસ પણ કબ્જે, હથિયાર સપ્લાય કરનાર કોણ? શષા સોદાગરનાં નામ મેળવવા તજવીજ, ચૂંટણી ન હોવા છતાં સીપી દ્વારા પોલિસને એલર્ટ મોડમાં મૂકવાનું અદભુત પરિણામ મળ્યું

રાજકોટ તા. ૬ :.. અમદાવાદથી રાજકોટ આવી રહેલ આંગડિયા પેઢીના પિકઅપ વેનમાંથી ૧૦૮ ચાંદીના કરોડોની રકમના પાર્સલ લૂંટી સૌરાષ્ટ્ ગુજરાતમાં ચકચાર જગાવનાર ઘટનાનો ગુજરાતની અંધારી આલમનો બેતાજ બાદશાહ એવા જેને ઘણા રાજ્યોની પોલીસ શોધી રહી છે તેવા આ મામલાનો મુખ્ય સૂત્રધાર શિવા મહાલિંગમ સુરત ક્રાઇમ બ્રાન્ચના નાના મોટા તમામ સ્ટાફની જહેમતને લીધે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જેસીપી રાઘવેન્દ્ર વસ્તનાં સીધા માર્ગદર્શન હેઠળ ડીસીપી ભાવેશ રોજીયાનાં નેતળત્વ હેઠળની ટીમે એક વિશેષ ઓપરેશન દ્વારા ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે, સુરતમાં ચૂંટણી ન હોવા છતાં પોલિસને એલર્ટ મોડમાં રાખવાના સુરત સીપીનાં દૂરંદેશી નિર્ણય પણ આ સફળતામાં પાછળ સિંહફાળો બની રહ્યો છે.
ગઈ તા.૦૬/૦૩/૨૦૨૪ ના રાત્રીના આશરે કલાકઃ- ૦૦/૦૦ થી કલાકઃ-૦૦/૧૫ વાગ્યાના અરસામા એચ.એલ કંપનીની બોલેરો બંધ બોડીની પીકપ ગાડી નંબર GJ-01-HT-૮૨૫૧ વાળીમા ઇમીટેશન જવેલરી તથા ચાંદીના પાર્સલો લઇ અમદાવાદ થી રાજકોટ જઇ રહેલ હતા. તે દરમ્યાન જનસાળી ગામના બોર્ડરથી આગળ આવેલ એચ.પી.પેટ્રોલ પમ્પની પાસે પહોચતા આ ત્રણેય આરોપીઓએ પોતાના બીજા સાથીદારો સાથે ભેગા મળી GJ-03-JL-૧૭૦૧ તથા GJ-03-KC- ૦૭૮૬ વાળી ગાડીમાં આવી, બોલેરો ગાડીનો ઓવરટેક કરી ડ્રાઇવર સાઇડમાં આગળના ભાગે તેઓની ગાડી અથડાવી, ગાડી ઉભી રખાવી ફરીયાદીની બોલેરો ગાડીની બંને સાઇડે ઉભા રહી, નાની બંદુક જેવા પ્રાણધાતક હથીયારના પાછળના ભાગેથી ફરીયાદીના માથામાં તથા મોઢા ઉપર ઇજા કરી ફરીયાદી તથા સાહેદને બોલેરો પીકપ ગાડીમાથી નીચે ઉતારી, બોલેરો પીકપ ગાડીનુ તાળુ તોડી, ગાડીમા રહલે ઇમીટેશન તથા ચાંદીના અલગ અલગ વજનના કુલ-૪ પાર્સલ જેમાં ઇમીટેશન જવેલરી કુલ વજન- ૨૨ કિલો આશરે કિંમત રૂપિયા ૧,૨૩,૭૫૦/- તથા ચાંદીના પાર્સલો કુલ નંગ-૧૯ જેમા શુધ્ધ ચાંદી તથા મિશ્રીત ચાંદી જેનું ફલ વજન આશરે-૧૦૭ કિલોની જેની આશરે કિંમત રૂપિયા ૬૮,૬૨,૪૦૮/- એમ કુલ પાર્સલો નંગ-૨૩ ની કુલ કિંમત રૂપિયા ૬૯,૮૬,૧૫૮/- ના મુદ્દામાલની ધાડ પાડી, લઇ જઇ, નાસી જઇ, ગુનો કરેલ જે ગુનામાં ત્રણેય આરોપીઓ વોન્ટેડ છે.
શિવા મહાલિંગમ એક કુખ્યાત આંતર રાજ્ય ગુનેગાર છે. અને અગાઉ ૨૧ થી વધુ હત્યા, ધાડ, લુંટ અને હથિયારના ગુનાઓમાં પકડાયેલ છે. શિવા અને ફિરોજ દ્વારા સને ૨૦૧૨ માં કરશનભાઈ પટેલ અમદાવાદનાઓના નીમા ફાર્મ ખાતે બંગલામાં ધાડના ગુનામાં, વડોદરાનાં કુખ્યાત અઝરુદીન ઉર્ફે અજ્જુ કાણીયાની જેલમાં હત્યા તેમજ ૮ થી વધુ આર્મસ એક્ટના ગુનાઓ અને ૩ હત્યાના ગુનાઓમાં પકડાય ચુકયો છે.
શિવા મહાલિંગમની પુછપરછ કરતાં તેઓએ રતલામ કાફેના માલિક મુદ્દસર ખાન તેમજ બાબુ મુજાહિદ તથા મુશ્કીન સાથે મનદુખ ચાલતુ હોય તેઓનું ખુન કરવાના ઈરાદે શાહરૂખ પાસે થી હથીયારો મેળવી ઉપરોક્ત ઈસમો પૈકી જે મળી આવે તેને મારવા માટે હથિયારો લાવેલ હોવાની હકીકત જણાવેલ છે. જે હત્યાનાં ગુનાને અંજામ આપે તે પહેલા હથીયારો સાથે પકડાય ગયેલ છે. અને જે અંગે વધુ તપાસ ક્રાઇમ બ્રાંચ ચલાવી રહેલ છે.
મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ અમદાવાદમાં છ માસ પહેલાં હથિયાર સાથે પકડાયેલ ફીરોજ સાથેના ગુનામાં વોન્ટેડ છે તેમજ શોએબ ઉર્ફે શાહરૂખ લ્/બ્ અસ્લમભાઇ શેખ અમદાવાદ ડી.સી.બી. ખાતે ના હથિયારના ગુનામાં વોન્ટેડ છે.
શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે માનદરવાજા થી શાષાીનગર તરફ જતા રોડ ઉપર આવેલ નેશનલ ગેરેજની સામે રોડ ઉપરથી આરોપી શોએબ ઉર્ફે શાહરૂખ લ્/બ્ અસ્લમભાઇ શેખ ને ગેરકાયદેસરના દેશી હાથ બનાવટની ૨ પિસ્ટલ તથા ૧૦ કાર્ટીઝ સાથે પકડી પાડેલ છે તેમજ આ હથિયારો મંગાવનાર અને પુરા પાડનાર આરોપી મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ લ્/બ્ મુર્ગયન પિલ્લઈ તથા ફીરોઝ ઉર્ફે લંગડો સિરાજુદ્દીન શેખ નાઓએ પકડી પાડેલ છે.તેઓ વિરૂધ્ધમાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન બી પાર્ટ ફરિયાદ નંબર ૧૧૨૧૦૦૧૫૨૪૦૦૪૦ /૨૦૨૪ આર્મસ એકટ કલમ ૨૫(૧-બી), એ, ૨૯ તથા જી.પી.એકટ કલમ- ૧૩૫ (૧) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાની વધુ તપાસ ક્રાઇમ બ્રાંચ ચલાવી રહેલ છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
