News of Monday, 6th May 2024
લોકસભા સામાન્ય ચૂંટણી-2024-પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ : મતદાન દિવસના પૂર્વે પત્રકારોને ચૂંટણીલક્ષી તૈયારીઓથી વાકેફ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી
તા.7 મેના રોજ પાટણનાં નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે અપીલ

(જયંતીભાઈ ઠક્કર દ્વારા) પાટણ તા.૬
પાટણ જિલ્લામાં મતદાનને આડે હવે જૂજ કલાકો બાકી છે તેને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા લોકસભા મતવિસ્તારમાં મતદાનનાં દિવસ માટે શુ તૈયારીઓ કરવામાં આવી છે તે બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ. જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં આયોજીત આ પત્રકાર પરરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જિલ્લાના પત્રકારોને ચૂંટણીલક્ષી કામગીરીથી વાકેફ કર્યા હતા.
પાટણ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે સુનિશ્ચિત કરતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. મતદાનના દિવસે કોઈ પણ મતદારને મુશ્કેલી ન પડે તે માટે પણ પુરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પત્રકારોને મતદાન માટે ઓળખના પુરાવાઓની વાત કરી હતી. તેઓશ્રીએ જણાવ્યું હતુ કે મતદાનનો સમય સવારે 07.00 થી સાંજે 6.00 વાગ્યા સુધીને રહેશે. તેમજ જો મતદાર પાસે ચૂંટણીકાર્ડની ન હોય તો તેઓ ઓનલાઈન ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કઢાવીને પણ મતદાન કરી શકે છે. આ સિવાયના 12 પુરાવાઓ પણ માન્ય રહેશે. વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતુ કે મતદાનના દિવસે સવેતન રજા પણ આપવામાં આવશે. જો આ બાબતે કોઈ પણ જાતની મુશ્કેલી હોય તો મતદાર હેલ્પલાઈન નં.1950 પર ફોન કરીને ફરીયાદ કરી શકે છે. મતદાન મથક પરની તમામ સુવિધાઓથી તેમજ હાલમાં હીટવેવ વચ્ચે મતદારો માટે મતદાન મથક પર કરવામાં આવેલી વિશેષ સુવિધાઓથી પત્રકારોને અવગત કર્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે વિવિધ રેસ્ટોરન્ટ, દવાની દુકાનો વગેરે જગ્યાઓ પર જઈને મતદાર જો મતદાન કર્યાની બ્લુ ઈંકનું નિશાન બતાવશે તો તેઓ માટે ડિસ્કાઉન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ રીતે પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પત્રકારો ઉપરાંત પાટણ જિલ્લાવાસીઓને અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી.
ચૂંટણીલક્ષી પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, મદદનીશ કલેક્ટરશ્રી વિદ્યાસાગર અને હરીણી કે.આર., નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.પી.ઝાલા, નાયબ માહિતી નિયામક અમિત ગઢવી તેમજ જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
