<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

લગ્ન પહેલાના અફેર બાબતે વ્હેમ રાખતા પતિએ પત્નીને માર મારી કાઢી મૂકતા અભયમ ટીમે સમાધાન કરાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાંથી એક મહિલાનો 181 અભયમ ટીમ પર કોલ આવેલ તેમણે જણાવેલ કે તેમના પતિ વ્હેમ રાખીને મારઝૂડ કરે છે. અને એક અઠવાડિયાથી તેમને ઘરેથી કાઢી મૂક્યા છે અને રાખવા માટે ના પાડે છે જેથી રાજપીપળા અભયમ ટીમ સ્થળ પર પહોંચી કાઉંસેલિંગ કરી પારિવારિક ઝગડા નું સમાધાન કરી મહિલાને સાસરીમાં પહોચાડ્યા હતા.
   મળતી માહિતી અનુસાર પીડિત મહિલા એ જણાવ્યું હતું કે તેમને પાંચ વર્ષની બાળકી છે અને પતિ હીરા ઘસવા માટે કામ કરવા જાય છે. એક અઠવાડિયા પહેલાં હું કામ કરતી હતી એ સમયે અજાણ્યા નંબર પરથી મારા પર કોલ આવ્યો તો મારા પતિ એ ઉપાડ્યો હતો. એ મોબાઈલ નંબર મારા લગ્ન પહેલા અફેર હતા એ વ્યક્તિ નો હતો. એમને લગ્નબાદ મારા પતિ ને આ હકીકત જણાવી પણ હતી અને લગ્ન બાદ અમે ખૂબ સારી રીતે રહેતા હતા. લગ્ન ના આઠ વર્ષ બાદ એ વ્યક્તિ નો મારા પર કોલ આવ્યો તેથી મારા પતિ વ્હેમ કરવા લાગ્યા કે મારા જાણ વિરુદ્ધ તું એના સાથે વાત કરે છે તેથી જ તે તને કોલ કરે છે.નક્કી તારૂ એ વ્યક્તિ સાથે હજુ પણ અફેર ચાલે છે. એવા વહેમો કરીને મારઝૂડ કરવા લાગ્યા માટે મે એમને સમજાવવા ના ઘણા પ્રયત્નો કર્યા કે મારા એ વ્યક્તિ સાથે કોઈ સંપર્ક નથી. છતાં પણ મારા પતિએ મારઝૂડ કરી મને ઘરમાંથી કાઢી મૂકી અને હવે રાખવા માટે ના પાડે છે. એક અઠવાડિયાથી હું મારી દાદીના ઘરે રહું છું. ત્યારબાદ સામાપક્ષનું કાઉંસેલિંગ કરતા પતિએ  જણાવ્યું કે મારા પત્ની  હજુ પણ એના સાથે સંબંધ રાખતી હશે તો જ કોલ આવેલ. અને મે કોલ ઉપાડ્યો તો સામાવાળા એ કોલ કટ કરી નાખ્યો. મારે એમને છૂટાછેડા જ આપી દેવા છે મારા સાથે વિશ્વાસઘાત કર્યો છે. જેથી અભ્યમ ટીમે બન્ને પક્ષો નું કાઉંસેલિંગ કર્યું અને બંને ને સમજાવ્યા એક બીજા પર વિશ્વાસ રાખી સારી રીતે રહે મારઝૂડ ના કરે તેમના પત્ની ને સમજે અને વહેમો રાખીને ઝગડા ના કરે. જેથી તેમના પતિ જણાવતા કે મે ગુસ્સા માં આવી મારા પત્ની પર શક કરેલ. કદાચ સામાવાળા એ સામેથી કોલ કર્યો હોઈ મે મારી પત્ની ની વાતો સાંભળી નહિ અને કાઢી મુક્યા પરંતુ હું મારી પત્ની ને રાખવા માગું છું અને મારા બાળક નું પણ ભવિષ્ય ખરાબ ના થાય અમે સારી રીતે રહીશું. આમ ફરી એકવાર અભ્યમ ટીમે તૂટતાં પરિવાર નું સમાધાન કરાવ્યું. આ બદલ આ દંપતી એ  અભ્યમ ટીમ નો આભાર વ્યકત કર્યો હતો

(10:37 PM IST)