<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

રાજપીપળામાં એ.સી.નું વીજ બિલ ઓછું અને પંખાનુ બિલ વધુઆવતા ગ્રાહકો વિમાસણમાં

મીટરમાં છેડછાડ કરતા ગ્રાહકોને બહારની ટીમ તપાસમાં આવે એ પહેલાં જાણ થઈ જતાં મીટરની છેડછાડ દૂર કરી દેતા કોઈપણ ચમરબંધ આવા ગ્રાહકોને પકડી શકતા નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેરમા DGVCL ના કેટલાંક ગ્રાહકો વિશેષ કૃપા દ્રષ્ટિ મેળવતા હોય તેવુ જણાય છે. ઘરમાં એસી. ફ્રીજ, વોશીંગ મશીન સહીત ના ભારે વિજ વપરાશ ધરાવતાં ઉપકરણો હોવા છતાં તેમના વિજ બિલો નહીવત આવતા જણાયા છે જ્યારે એનાથી વિપરીત પંખા અને લાઈટ ધરાવતા ગ્રાહકોનું વીજબીલ વધુ આવતુ હોવાની બુમો કેટલાંક ગ્રાહકો દ્વારા ઉઠવા પામી છે.
આ વિરોધાભાસી બાબતો કંઈક અજુગતું બની રહ્યુ હોવાની ચાડી ખાઈ રહી છે, અને સામાન્ય સમઝ ધરાવતા લોકોના ગળે ઉતરે તેમ નથી. DGVCL ના સત્તાધીશો આ ભાબતે તપાસ કરી પગલાં લે તેવી માંગ ઉઠી છે. કારણ કે લોક ચર્ચા મુજબ બિલ ફાડવા આવતા કર્મચારીઓ એચ્યુલ રીડીંગ કરતા ઓછુ બિલ ફાડીને ખાસ ગ્રાહકોને રાહત પહોંચાડી રહ્યા છે..? અથવા વિજ મીટર મા કંઈક કારીગરી કરવામા આવી રહી હોવાની શંકા ઉઠી રહી છે. DGVCL ની વિજિલન્સ ટીમ દ્વારા સ્થાનિક વિભાગ ને જાણ કર્યા વગર ઓચીંતી રેડ કરવામા આવે તો ઘણા બધાં મોટાં માથાં ઝડપાઈ જવાની ભારોભાર શક્યતા રહેલી છે, આ બાબતે સુરત ડીવીઝન ખાસ ધ્યાને લઈ ને સત્વરે કામગીરી આદરે તે સાચા ગ્રાહકો અને કંપનીના હિત મા કહેવાશે.
  જોકે આ વેપલો લગભગ આખા જિલ્લામાં ચાલી રહ્યો હશે અને તેમાં વીજ કંપની ના જ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ ની મિલિભગ હશે કેમ કે જ્યારે જ્યારે અન્ય જિલ્લાની ટીમો વીજ ચેકીંગ માં આવે છે ત્યારે ટીમો આવતા પહેલાં જ મીટર માં છેડછાડ કરનાર ગ્રાહક ને આ બાબતની ખબર પહોંચી જાય છે અને એ ગ્રાહક સચેત થઇ પોતાનું ડાયરેક્ટ કરેલું મીટર સીધુ કરી દેતા કોઈપણ ચમરબંધી અધિકારી તપાસ માં આવે તો કંઈ મળતું નથી તેના બદલામાં આ ભ્રષ્ટ કર્મચારી ની અંગત ફાયદો થતો હોવાની જિલ્લામાં ચર્ચા છે માટે વિજિલન્સ ટીમ કોઈને પણ જાણ કર્યા વિના રેડ કરે તો વીજ ચોરી કરતા તત્વો પકડાશે

(10:38 PM IST)