<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

નર્મદા જિલ્લા પોલીસ 133 સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસની ખાસ સુરક્ષા

પોલીસે સુરક્ષા દળ અને ડ્રોન કેમેરા દ્વારા ફ્લેગ માર્ચ કરી વિસ્તારનું નિરીક્ષણ કર્યું :ડેડીયાપાડા સાગબારાના સંવેદનશીલ વિસ્તારોમાં નર્મદા પોલીસની ફ્લેગમાર્ચથી મતદારો ભયમુક્ત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: લોકસભાની ચૂંટણી ના ત્રીજા તબક્કાનું મતદાન છે ત્યારે નર્મદા જિલ્લામાં છોટાઉદેપુરના લોકસભાના ના ત્રણ તાલુકા  અને ભરૂચ લોકસભાના બે તાલુકાઓ ડેડીયાપાડા અને સાગબારા  આવે છે. રાજ્યની 26 બેઠકોમાં સૌથી હોટ ભરૂચ લોકસભા બેઠક પર જંગ જામ્યો છે. ભરૂચ લોકસભા મતવિસ્તાર ડેડીયાપાડા સાગબારા ના સંવેદનશીલ વિસ્તારો માં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ માટે નર્મદા પોલીસ એલર્ટ બની છે અને પોલીસ પ્રોટેક્શન પણ વધારી દેવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લામાં 133 સંવેદનશીલ વિસ્તાર છે.જેમાં 99 અતિ સંવેદનશીલ મતદાન મથકો હોય જિલ્લા પોલીસ અધીક્ષક ની સૂચનાથી રાજપીપળા,આમલેથા, તિલકવાડા, કેવડીયા, ગરુડેશ્વર, દેડિયાપાડા સાગબારાના સેલંબા સહિતની તમામ જગ્યાએ પોલીસે સુરક્ષા દળ અને ડ્રોન કેમેરા દ્વારા ફ્લેગ માર્ચ કરી વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે.ત્યારે પોલીસે એકદમ એલર્ટ છે. અને મતદાન દિવસ નાં પૂર્વ સંધ્યા એ કે રાત્રીના કોઈ મતદારો ને રીઝવવા દારૂ, રોકડ રૂપિયા કે કોઈ વસ્તુ  વિતરણ કરે છે કે નહિ જેના પર પણ પોલીસે બાઝ નજર રાખી બેઠી છે..
  નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ જણાવ્યું હતુ કે જિલ્લામાં શાંતિ પૂર્ણ મતદાન થાય એ માટે પોલીસે પૂરતો બંદોબસ્ત કરી દીધો છે. મતદાન દિવસ પૂર્વે ફલેગ માંર્ચ કરી જેને કારણે જાહેર જનતામાં શાંતિ સ્થપાઈ છે. પોલીસ સુરક્ષા થી મતદારો કોઈ પણ ડર વિના મતદાન કરે, સાથે અસામાજિક તત્વો નેં પાસા હેઠળ ધરપકડ કરી રાજ્યની વિવિધ જેલ માં મોકલી આપ્યા છે.ડ્રોન કેમેરાથી પણ પોલીસ ની વોચ રહેશે.

(10:41 PM IST)