News of Monday, 6th May 2024
ભરૃચમાં ત્રણ મુખ્ય ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે
૨૮૦૦ પોલીસકર્મી ખડેપગે રહેશે : SP મયુર ચાવડાઃભાજપના મનસુખ વસાવા , આપના ચૈતર વસાવા અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે જંગ

ભરૃચ, તા.૬
ભરૃચ એક સંવેદનશીલ નગર છે. વસાવા ફજ વસાવાના ખેલમાં ત્રણ મુખ્ય ઉમેદવારો ભાજપના મનસુખ વસાવા , આપના ચૈતર વસાવા અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૃચ પોલીસના ૨૮૦૦ કરતા વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓ ખડેપગે રહેશે.
ભરૃચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે ઘણા દિવસો અગાઉથી કવાયત શરુ કરાવી દીધી હતી. પોલીસે ૫૦ કરતા વધુ લોકો સામે પાસ અને ૧૧૬ લોકો સામે તડિપારની કાર્યવાહી કરી છે. આ ઉપરાંત બિનહિસાબી ૨૭ લાખ રૃપિયા ઝડપી પાડી તેને સીઝ કર્યા છે. પોલીસ વડાએ સ્પષ્ટતા કરી છે કે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પોલીસ કોઈપણ પ્રકારની બાંધછોડ કરશે નહિ.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
