News of Monday, 6th May 2024
ગુજરાતની આ બેઠકો જ્યાં ભાજપને મળશે જબરદસ્ત ટક્કર

ભરૃચ બેઠક :
ભરૃચ બેઠક પર આમ આદમી પાર્ટીનાચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવાની વચ્ચે થવાની છે ટક્કર
લોકસભાની ચુંટણીમાં એવી બેઠકો છે જેના પર ભાજપને પણ જબરની ટક્કર મેળવાની છે જેમાં ભરૃચ બેઠક મોખરે છે કેમ કે આ બેઠક પર આમ આદમી પાર્ટીનાચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવાની વચ્ચે થવાની ટક્કર છે.જો વાત કરીએ ભરૃચ બેઠકની તો ભરૃચમાં કુલ અદાજીત મતદારો ૧૭ લાખ ૧૮ હજાર ની આસપાસ છે. જેમાં સોથી વધુ સંખ્યા અદાજીત ૫ લાખ ૩૪ હજાર આદિવાસી મતદારીની છે, પરંતુ આ સીટ અનુસૂચિત જતી માટે અનંત નથી. આ સીટ પર બીજા ક્રમે મુસ્લિમ મતદારો છે લગભગ ૩ લાખ ૮૮ હજાર છે, જ્યારે પોણાત્રણ લાખ જેટલા ઓબીસી મતદારો પણ છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાંથી જ ભરૃચ લોકસભાની બેઠક સતત ચર્ચામાં રહી છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની કથિતપણે વનવિભાગના કર્મચારીઓને ધમકાવવાના મામલામાં ધરપકડ થઈ હતી.ચૈતર વસાવા જે સમયે જેલમાં હતા ત્યારે જ અરવિંદ કેજરીવાલે ડેડિયાપાડા નજીક નેત્રંગમાં સભા સંબોધીને તેમને ભરૃચ લોકસભા બેઠકથી ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ચૈતર વસાવા ૨૦૧૪થી ભારત ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) ના સદસ્ય હતા. ૨૦૨૨ની ચૂંટણી પહેલાં તેઓ બીટીપી છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. આમ આદમી પાર્ટીએ તેમની લોકપ્રિયતા જોઈને ડેડિયાપાડાથી ટિકિટ આપી હતી અને તેઓ ૫૬ ટકા મત મેળવીને ભારે સરસાઈથી જીત્યા હતા.તો બીજી તરફ ભાજપે આ બેઠક પરથી તેમના છ વારના સાંસદ મનસુખ વસાવાને ફરીવાર ટિકિટ આપી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપના મનસુખ વસાવા અહીંથી ૩.૩૪ લાખ મતોથી વિજયી બન્યા હતા. ભરૃચ લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના અહેમદ પટેલ ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. પરંતુ ૧૯૮૪થી સતત આ બેઠક પર ભાજપનો કબજો રહ્યો છે. અહેમદ પટેલના પુત્ર અને પુત્રી બંને અહીંથી કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માંગતાં હતાં. તેમણે શરૃઆતમાં આ બેઠક આમ આદમી પાર્ટીને આપી દેવાનો વિરોધ કર્યો હતો.ભરૃચ બેઠક ગુજરાતની એક અનોખી બેઠક છે જેમાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે.ભરૃચ લોકસભામાં સાત વિધાનસભા બેઠકો છે જેમાં ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૃચ, અંકલેશ્વર અને કરજણ વિધાનસભાઓ આવેલી છે. વિધાનસભા ચૂંટણીમાં ડેડિયાપાડા સિવાય તમામ બેઠકો ભાજપે જીતી હતી.રાજકીય વિશ્લેષક પ્રમાણે, "ભરૃચનો પૂર્વી ખૂણો આદિવાસી મતદારોથી, તો પશ્ચિમી ખૂણો મોલેસલાન ગરાસિયા સમુદાયોથી ભરેલો છે અને આ બન્ને મતદારો એક સમયે કૉંગ્રેસના મતદારો હતા. જે દિવસે ભાજપનો સારો પર્યાય મળે તે દિવસે આ બન્ને પ્રકારના મતદારો ફરી શકે તેવી શક્યતા છે."આમ આદમી પાર્ટીને આદિવાસી તથા મુસ્લિમ મતોના કૉમ્બિનેશનને કારણે આ બેઠક પર જીતની આશા છે. ૩૬ વર્ષીય ચૈતર વસાવા આદિવાસી સમાજમાં અતિશય લોકપ્રિય મનાય છે. જોકે, રાજકીય વિશ્લેષકોના મતે તેમની જીતનો આધાર મુસ્લિમ મતો અને કૉંગ્રેસના નેતાઓના સમર્થન પર રહેલો છે. ડેડિયાપાડા સિવાયની વિધાનસભાઓમાં તેમને કેટલું જનસમર્થન મળે છે તેના પર પણ તેમની જીત નક્કી થશે. કૉંગ્રેસના નારાજ નેતાઓને ચૈતર વસાવાએ મનાવી લીધા હોવાનો દાવો પણ આમ આદમી પાર્ટી કર્યો હતો.આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ, સુનીતા કેજરીવાલ અને ભગવંત માન પણ તેમના માટે ચૂંટણીપ્રચાર કર્યો હતો. ભાજપના સાંસદ મનસુખ વસાવાની છબી પણ લડાયક રહી છે. તેઓ વારંવાર સરકારી અધિકારીઓને ધમકાવતાં જોવા મળે છે. મનસુખ વસાવાને આશા છે કે કેન્દ્ર સરકારની યોજનાઓનો ફાયદો પણ તેમને મળશે.રાજકીય વિશ્લેષકોના મતે ભરૃચ અને અંકલેશ્વરના શહેરી મતદારોમાં ભાજપનું હજુ પણ પ્રભુત્ત્વ છે. એ સિવાય આદિવાસી મતદારોને ચૈતર વસાવા તરફ જતાં મનસુખ વસાવા કેટલા પ્રમાણમાં રોકી શકે છે તેના પર ભાજપની જીતનો આધાર છે.
બનાસકાંઠા :
ગુજરાતમાં પ્રથમ વખત બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં મહિલા સામે મહિલા ઉમેદવારની ટક્કર છે.
ભારત પાકિસ્તાનની બોર્ડર અને રાજસ્થાનને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજ્યની ઉત્તર-પૂર્વે આવેલો છે. માઉન્ટ આબુ અને અરવલ્લીની ગિરિમાળાની ખીણોમાંથી પસાર થતી બનાસ નદીના નામ પરથી આ જિલ્લાનું નામ રાખવામાં આવેલું છે. આ જિલ્લાનો વિસ્તાર ૧૨૭૦૩ ચોરસ કિમી છે. તેની ભૌગોલિક પરિસ્થિતિ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે, જેમાં સરહદી વિસ્તાર, શહેરી વિસ્તાર અને આદિવાસી વિસ્તારનો સમાવેશ થાય છે.
બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા ૧૯,૫૩,૨૮૭ છે. જેમાં ૧૦,૧૦,૧૫૨ પુરુષ મતદાર, મહિલા મતદાર ૯,૪૩,૧૧૮ તથા ૧૭ અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદીમાં જ બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે શિક્ષિત ઉમેદવાર તરીકે ડો. રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે. તેમણે M.Sc., M.Phil., Ph.D. (Mathematics) સુધીનો અભ્યાસ કર્યો છે તથા છેલ્લા ૨૦ વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. ડો. રેખાબેન બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ પટેલના પૌત્રી છે. ગલબાભાઈ પટેલનો બનાસકાંઠા જિલ્લામાં શ્વેત ક્રાંતિ લાવવામાં મહત્વનો ફાળો છે. ડો. રેખાબેનના પતિ હિતેશ ચૌધરી ભાજપમાં વિવિધ મહત્વના હોદ્દા પર જવાબદારી નિભાવી રહ્યા છે.
કોંગ્રેસ પક્ષે બનાસકાંઠા લોકસભા બેઠક માટે આ વખતે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. ગેનીબેને મ્. છ. સુધીનો અભ્યાસ કર્યો છે. વાવમાં સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહેલા ગેનીબેને શંકર ચૌધરીને ૨૦૧૭ માં હરાવ્યા હતા. ગેનીબેન વાવ પંથક સહિત સરહદી વિસ્તારમાં પકડ ધરાવે છે. લોક પ્રશ્નોને ખુલીને વાચા આપતા ગેનીબેન ઠાકોર જમીનથી જોડાયેલા નેતા તરીકેની ઓળખ ધરાવે છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર પ્રથમવાર મહિલા ઉમેદવારો ચૂંટણીના મેદાને ઉતર્યા છે. અહીં ચૌધરી અને ઠાકોર સમાજના પ્રભુત્વ સાથે અન્ય સમાજની નિર્ણાયક ભૂમિકા રહી છે. જેના કારણે આ બેઠક પર સતત સત્તા પરિવર્તન થયું છે. જોકે આ વખતે બંને સમાજના ઉમેદવાર આમને સામને છે. ત્યારે પોતાના સમાજના સમર્થન સાથે અન્ય સમાજને પણ કયો ઉમેદવાર સાધશે અને લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં બાજી મારશે તે જોવું રહ્યું.
રાજકોટ :
રૃપાલા અને ધાનાણીનો જંગ એટલે પણ રસપ્રદ બન્યો છે કે બંને નેતાઓ ભૂતકાળમાં ચૂંટણીમાં સામસામે લડી ચૂક્યા છે
ગુજરાતની રાજકોટ લોકસભા બેઠક અંગે આજથી ત્રણ મહિના અગાઉ કોઈ પૂછે કે પરિણામ શું હશે તો સૌ કોઈ એ વાત નિશ્ચિત માનતા હતા કે આ બેઠક પર ભાજપનો મોટો વિજય થશે.જોકે, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૃપાલાના એક નિવેદને માત્ર રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતની છથી આઠ બેઠકોના ચૂંટણીજંગનું ચિત્ર બદલી નાખ્યું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. રૃપાલાના એક નિવેદનને કારણે ગુજરાતનો ક્ષત્રિય-રાજપૂત સમાજ રોષે ભરાયો અને તેમણે પરશોત્તમ રૃપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી.ટિકિટ રદ ન થતાં ક્ષત્રિયોએ રાજકોટના રતનપરમાં મહાસંમેલન યોજીને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવાનું આહ્વાન કર્યું હતું. રાજકોટ સિવાય બારડોલી, આણંદ, જામનગર વગેરે જગ્યાએ હજારોની સંખ્યામાં ક્ષત્રિયોએ એકઠા થઈને ભાજપનો વિરોધ કર્યો છે.રૃપાલાના રાજકોટમાં થઈ રહેલા વિરોધને કારણે કૉંગ્રેસે આમાં તક જોઈ હતી. પહેલાં ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચૂકેલા કૉંગ્રેસના મોટા નેતા પરેશ ધાનાણીએ રૃપાલા સામે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે.
રૃપાલા અને ધાનાણીનો જંગ એટલે પણ રસપ્રદ બન્યો છે કે બંને નેતાઓ ભૂતકાળમાં ચૂંટણીમાં સામસામે લડી ચૂક્યા છે. વર્ષ ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૨૬ વર્ષીય પરેશ ધાનાણીએ પરશોત્તમ રૃપાલાને પોતાની પહેલી ચૂંટણીમાં જ હરાવીને ઇતિહાસ રચ્યો હતો. રૃપાલા વર્ષ ૨૦૧૬થી કેન્દ્રીય મંત્રીમંડળમાં છે અને અત્યાર સુધી તેઓ રાજ્યસભાના સાંસદ રહ્યા છે. કાઠિયાવાડી લહેકામાં તેમનાં ભાષણોને કારણે તેઓ જાણીતા છે. તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખથી લઈને ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે.જ્યારે પરેશ ધાનાણી ત્રણ વખત ચૂંટાયેલા ધારાસભ્ય છે. ગુજરાત વિધાનસભામાં તેઓ વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.
રાજકોટ લોકસભામાં ૧૯૮૯થી સતત ભાજપ જીતતો આવ્યો છે પરંતુ ૨૦૦૯માં કૉંગ્રેસ અહીં જીતી હતી. ૨૦૧૯માં પણ અહીંથી ભાજપનો ૩.૬૮ લાખ મતે વિજય થયો હતો.રાજકોટ બેઠક પર સૌથી વધારે પાટીદાર મતદારો છે અને ત્યારબાદ કોળી સમુદાયનું પ્રભુત્ત્વ પણ છે. આ ચૂંટણીજંગને રસપ્રદ બનાવનાર પાસું એ છે કે પાટીદારોના જ બે ફાંટા કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર વચ્ચે અહીં જંગ છે. રૃપાલા કડવા પટેલ સમાજમાંથી આવે છે જ્યારે ધાનાણી લેઉવા પટેલ સમાજના છે. બંને ઉમેદવારો મૂળ અમરેલીના છે. આ બેઠક પર મતદારોનું ધ્રુવીકરણ થાય અને ક્ષત્રિય સમાજના મત એકજૂથ થઈને પરેશ ધાનાણીને મળે તો ભાજપ માટે રાજકોટ બેઠક ગુમાવવાનો વારો પણ આવી શકે છે. રાજકોટ બેઠક પર એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે અન્ય કોઈ પણ મુદ્દાઓ કરતાં ક્ષત્રિય આંદોલનનો મુદ્દો સૌથી મોટો થઈ ગયો છે.
સુરેન્દ્રનગર :
સુરેન્દ્રનગર લોકસભામાં આ વખતે કૉંગ્રેસ અને ભાજપ બંનેએ નવા ઉમેદવાર ઉતાર્યા
મોટા ભાગે ગ્રામીણ વિસ્તારો ધરાવતી સુરેન્દ્રનગર લોકસભામાં આ વખતે કૉંગ્રેસ અને ભાજપ બંનેએ નવા ઉમેદવાર ઉતાર્યા છે. આ બેઠક પર પણ જાતીય સમીકરણો અતિશય પ્રભાવી મનાય છે.
ભાજપે અહીંથી ચંદુભાઈ શિહોરાને ઉમેદવાર બનાવ્યા છે જેઓ ચુંવાળિયા કોળી સમુદાયના છે. જ્યારે કૉંગ્રેસે અહીં ઋત્ત્વિક મકવાણાને ટિકિટ આપી છે જેઓ તળપદા કોળી સમુદાયના છે.
સુરેન્દ્રનગરમાં લગભગ ચાર લાખની આસપાસ તળપદા કોળી મતદાતાઓ છે. ચુંવાળિયા કોળીના મતોની સંખ્યા તેમના કરતાં અડધી મનાય છે. અહીં ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા પણ બે લાખ કરતાં વધુ છે.સુરેન્દ્રનગર લોકસભામાં વારંવાર પક્ષપલટો કરનારા પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ પણ અગત્યનું ફેક્ટર મનાય છે. તેઓ હાલમાં જ ફરીથી ભાજપમાં સામેલ થયા છે.
તેઓ ચાર વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય બન્યા. તેઓ ત્રણ વખત ભાજપની ટિકિટ પર ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા અને એક વખત તેઓ કૉંગ્રેસની ટિકિટ પરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.ભાજપે ચુંવાળિયા કોળી સમુદાયના ચંદુ શિહોરાને ટિકિટ આપતાં તળપદા કોળી સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. તળપદા કોળી સમાજના અગ્રણી સોમાભાઈ પટેલે પણ કે ભાજપ પર તળપદા કોળીને અન્યાય કરવાનો આરોપ મૂક્યો હતો.
ભાજપના ઉમેદવારના વિરોધ બાદ કોળી સમાજના બંને ફાંટાઓના લોકો કઈ તરફ મતદાન કરશે તે સ્પષ્ટ નથી. એવામાં ક્ષત્રિય સમાજના મતો જો કૉંગ્રેસ તરફ એકજૂથ પડે તો આ બેઠક પર અપસેટ સર્જાવાની ભીતી છે.સુરેન્દ્રનગર લોકસભામાં ક્યારેક કૉંગ્રેસ તો ક્યારેક ભાજપનો વિજય થતો રહ્યો છે. ૨૦૧૪થી અહીં ભાજપ જીતતો આવ્યો છે. ૨૦૧૯માં અહીં ભાજપનો ૨.૭૭ લાખ મતે વિજય થયો હતો. વડા પ્રધાન મોદીએ તાજેતરમાં જ અહીં ચૂંટણીસભાને સંબોધિત કરી હતી.
બારડોલી :
બારડોલીમાં પ્રભુભાઈ વસાવાને ફરી ત્રીજીવાર ભાજપે રિપીટ કર્યા છે તો કોંગ્રેસે નવો યુવા ચહેરો સિધ્ધાર્થ અમરસિંહ ચૌધરીને આ બેઠકથી મેદાને ઉતાર્યો
બારડોલી બેઠકના સાંસદ પ્રભુભાઈ વસાવાને ફરી ત્રીજીવાર ભાજપે રિપીટ કર્યા છે તો કોંગ્રેસે નવો યુવા ચહેરો સિધ્ધાર્થ અમરસિંહ ચૌધરીને આ બેઠકથી મેદાને ઉતાર્યો છે. સાત વિધાનસભાનો સમાવેશ ધરાવતી બારડોલી લોકસભા બેઠકમાં ૨૦,૪૮,૪૦૮ મતદારો નોંધાયા છે, જેમાં ૧૦,૪૨,૧૨૬ પુરુષ મતદારો જયારે ૧૦,૦૭,૨૬૩ સ્ત્રી મતદારો નોંધાયા છે.
કોંગ્રેસનાં ઉમેદવાર સિધ્ધાર્થ અમરસિંહ ચૌધરી બીઈ મેકેનિકલ ઇંજિનિયર સાથે એમબીએનો અભ્યાસ કર્યો છે. તેઓ પૂર્વ સાંસદ રહી ચૂકેલા અમરસિંહ ઝેડ ચૌધરીના પુત્ર છે. અમરસિંહ ઝેડ ચૌધરી જેતે સમયે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા અમરસિંહ ચૌધરીને ૧૯૯૦ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણીમાં વ્યારા બેઠકથી હરાવ્યા હતાં. હાલના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ વ્યારા ખેડૂત સહકારી જિન, સુમુલ ડેરી , ગુજરાત ખેત વિકાસ પરિષદ, વ્યારા એપીએમસી જેવી કેટલીય સહકારી સંસ્થા સાથે સંકળાયેલા છે. તેઓ ૨૦૧૮ થી ૨૦૨૦ ના સમયગાળા દરમ્યાન વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા હતાં અને ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ યુથ કોંગ્રેસ સાથે પણ ઘણા સમયથી સંકળાયેલ છે. હાલ તેઓ ૨૦૨૧થી તાપી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે કાર્ય કરી રહ્યા છે
આમ તો બારડોલી લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, પરંતુ ૨૦૧૪ અને ૨૦૧૯માં મોદી લહેરમાં ભાજપ આ સીટ કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં સફળ રહી છે. પરંતુ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા અમુક મત વિસ્તાર પૂરતો જ લોકસંપર્ક હોવાની ફરિયાદો ઉઠવાની સાથે વર્ષોથી સ્થાનિક પ્રશ્નો વણઉકેલ્યા રહેવાની સાથે સરકાર દ્વારા આ વિસ્તારમાં નિત નવા પ્રોજેક્ટો મૂકીને આદિવાસીઓની જમીન સંપાદન થવાને લઈને વિરોધનો સૂર સમયાંતરે ઉઠતો રહ્યો છે, જેનો વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ચૂંટણી મુદ્દો બનાવી મેદાને ઉતરી છે. બીજી તરફ સાંસદ પ્રભુ વસાવા દ્વારા પોતાના મતવિસ્તારમાં નબળી કામગીરીને લઈને પણ તેમની સામે અનેક સવાલો ઉભા થતા રહ્યા છે. સાથે આ બેઠક પરથી આપ અને કોંગ્રેસનું ગઠબંધન ભારતીય જનતા પાર્ટીને કેવી વિપરીત અસર કરશે તે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ જ માલૂમ પડશે.
આણંદ :
આણંદ લોકસભા બેઠક પાટીદાર V/S ક્ષત્રિયની જંગ
લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે આણંદ લોકસભા બેઠક ઉપર ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય કુલ ૧૦ ઉમેદવારોએ ૧૮ ઉમેદવારી પત્ર ભર્યા હતા. ભાજપ-કોંગ્રેસના ડમી ઉમેદવારના ફોર્મ રદ થતા આણંદ લોકસભા બેઠક પર હવે કુલ ૭ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
હવે આણંદ લોકસભા બેઠકના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં આગામી લોકસભા ચૂંટણી માટે કુલ ૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જેમાં ભાજપના મિતેશ પટેલ, કોંગ્રેસના અમિત ચાવડા, મ્જીઁ ના સુરેશ પટેલ, ગરીબ કલ્યાણ પાર્ટીના ધીરજકુમાર ક્ષત્રિય, રાઈટ ટુ રીકોલ પાર્ટીના સુનીલકુમાર ભટ્ટ તથા અપક્ષમાંથી કેયુર પટેલ અને આશિષકુમાર ભોઈનો સમાવેશ થાય છે.
આણંદ બેઠક પર ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ મિતેશ પટેલને રીપીટ કર્યા છે. સામે પક્ષે કોંગ્રેસે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે. એ જોતા આણંદ લોકસભા બેઠક પર આ ચૂંટણીમાં પણ પાટીદાર સામે ક્ષત્રિય ઉમેદવારને મેદાને ઉતાર્યાનું સમીકરણ યથાવત રહ્યું છે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
