News of Monday, 6th May 2024
મતદાન કરનાર વ્યક્તિ AMTSમાં નિઃશુલ્ક પ્રવાસ કરી શકશે
AMTSની અનોખી પહેલઃઆંગળી પર સહીનું નિશાન બતાવશે તે લાભ લઈ શકશે

અમદાવાદ, તા.૬
લોકસભાની ચૂંટણીના મતદાને હવે ગણતરીના કલાકો બાકી છે.રાજ્યભરમાં મતદાન માટે પુરી તૈયારી કરી દેવામાં આવી છે.લોકશાહીના મહાપર્વમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે AMTS દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, મતદાન કરનાર વ્યક્તિ AMTSમાં નિઃશુલ્ક પ્રવાસ કરી શકશે. આવતીકાલે ૭મી મેના એક દિવસ માટે નિઃશુલ્ક પ્રવાસનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ,લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે AMTS એક મોટો નિર્ણય લીધો છે.
૭મી મેના રોજ મતદાન છે ત્યારે એક દિવસ માટે મતદાન કરનાર દરેક વ્યક્તિને AMTS નિઃશુલ્ક પ્રવાસ કરાવશે.જેના માટે મતદાન કરનાર વ્યક્તિએ આંગળી પર સહીનું નિશાન બતાવવાનું રહેશે અને જેની આંગળી પર સહીનું નિશાન બતાવશે તે નિઃશુલ્ક પ્રવાસના AMTSના નિર્ણયનો લાભ લઈ શકશે. લોકો લોકશાહીના મહાપર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોહ કરે તે હેતુથી આ નિઃશુલ્ક પ્રવાસનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ નિર્ણય ૭ મે એટલે કે, આવતીકાલ પૂરતો જ સીમિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ગુજરાતની લોકસભાની ૨૫ બેઠકો ઉપરાંત વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટાચૂંટણીમાં મતદાન થશે.
લોકશાહીના આ મહાપર્વમાં આવતીકાલે દિગ્ગજો ગુજરાતમાં મતદાનનો ઉપયોગ કરશે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
