<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

૬ મુખ્‍યમંત્રીઓના મંત્રી મંડળમાં રહી ચૂકેલા ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાનો જન્‍મદિન

રાજકોટઃ પૂર્વ શિક્ષણ, કાયદા અને સંસદીય બાબતો ના કેબિનેટ પ્રધાન શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાનો જન્‍મ તા. ૮/૫/૧૯૫૦ના દિવસે થયેલ આજે પંચોતેરમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

 રાષ્‍ટ્રીય સ્‍વંયસેવક સંઘ અને ભારતીય જનસંઘ દ્વારા જાહેર જીવનમાં એક  કાર્યકર તરીકે  ૧૯૬૭ માં પ્રવેશ કર્યા બાદ સતત સક્રિય રીતે મોખરે રહી જનસંઘ- -ભાજપ માં સંગઠન માં વિવિધ સ્‍થાન ઉપર જવાબદારી ઓ નિભાવી ભાજપ ના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ (૧૯૮૦-૮૧થી ૧૯૮૩) ભાજપના પ્રદેશ મંત્રી(૧૯૮૩-૧૯૮૫) અમદાવાદઃ જીલ્લા  ભાજપના પ્રમુખ(૧૯૮૮-૯૦) ભાજપ ના પ્રદેશ મહામંત્રી(૨૦૦૧-૨૦૦૩) ભાજપના પ્રદેશ ઉપાધ્‍યક્ષ તરીકે તેમજ રાષ્‍ટ્રીય કારોબારી માં સદસ્‍ય તરીકે સ્‍થાન  જવાબદારીઓ નિભાવી ચુકયા છે

શ્રી ભુપેન્‍દ્રસિંહ જી ચુડાસમા ગુજરાત ના છ છ મુખ્‍યમંત્રીશ્રીના પ્રધાન મંડળ માં જવાબદારી  સોંપવામાં આવેલ હોય તેવા એક માત્ર કેબિનેટ મંત્રી છે   શ્રી ચુડાસમા એ ગુજરાત ની સરકારમાં  શિક્ષણ; નાગરીક પુરવઠા; કાયદો; સંસદીય બાબતો; સહકાર; પશુપાલન; મત્‍સ્‍ય ઉદ્યોગ સહિત અનેક વિભાગ ની જવાબદારી સંભાળી હતી. ૧૯૯૮ થી ૨૦૦૨ માં  ગુજરાત સરકારના સરદાર સરોવર (નર્મદા ) નિગમ ના ચેરમેન તરીકે તેમજ ૨૦૧૧ થી ૨૦૧૨ માં ગુજરાત સરકારના આયોજન પંચ માં વાઈસ ચેરમેન તરીકે  જવાબદારી સોંપવામાં આવી હતી. મો. ૯૯૦૯૦ ૧૮૩૦૩ અમદાવાદ

(10:58 AM IST)