તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
૧ કરોડનું ૧ કિલો ડ્રગ્સ મળતા નાશી છુટેલા આરોપીનો ૧૮૦૦ કી.મી.પીછો કરી ઝડપ્યા
સુરત સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા થયેલ એક ટકોરે નાશી છુટેલા ડ્રગ્સ માફિયાને પકડીને નિરાંતનો શ્વાસ લેવા એસ. ઓ.જી. અધિકારીઓ અને સ્ટાફે પોલીસે સોગંધ લીધા, પડદા પાછળની એક અદભુત કથા અંગે જાણવા જેવું : આરોપી કાસિફે વેશપલટો કરતા સુરત એસ ઓ.જી સ્ટાફ પણ મુંબઇથી ઉતર પ્રદેશ સુધી મુસ્લિમ વેશ ધારણ કરી, ઝાડ પર પણ સંતાઇને રહેલા : પોલીસ કમિશનર , ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં પીઆઇ અશોક ચોધરીના નેતળત્વમાં પીએસઆઈ એ. પી. જેબલિયા, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર સિહ પ્રવિણસિંહ, જગદીશભાઈ અને રણજીતસિંહ વિગેરેની કાબીલે દાદ કામગીરી

રાજકોટ તા.૮ : જેની ૧ કિલો ડ્રગ્સની કિમત ૧ કરોડ રૂપિયા છે તેવા પ્યોર ડ્રગ્સ સુરતમાં એસ. ઓ.જી દ્વારા પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત, જોઇન્ટ સીપી ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ અને sog ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શન હેઠળ અને પીઆઇ અશોક ચૌધરી ટીમ દ્વારા ઝડપાયું ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ટીમનો ઉત્સાહ ન ભાંગી જાય તે માટે અભિનદન તો આપ્યા, પરંતુ હળવેકથી કહ્યું કે, આપણી રણનીતિ સફળ કરવા બદલ ફરી અભિનદન આપું છું. પરંતુ આરોપી નાશી ગયા તેનું દુઃખ છે, હું આને અધૂરી સિદ્ધિ ગણું છું, હું પત્રકાર પરિષદમાં મને તમામ ચેનલ ન્યૂઝ પેપર દ્વારા અભિનદન મળવા છતાં,હું જયા સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી પત્રકાર પરિષદમાં પણ હાજર નહિ હુ, તમે ખૂબ હર્ષથી સિદ્ધિ મનાવો એનો મને કોઈ વાંધો નથી.
રાજદીપસિંહ નકુમ કે જે વર્ષોથી પોલીસ કમિશનરનાં અભિગમથી સુપરિચિત છે તેમણે તુરત જોઇન્ટ સીપી ક્રાઇમ સમક્ષ ચર્ચા કરી અને નાશી છૂટેલ આરોપીઓને ઝડપવા એસ. ઓ.જી પીઆઇ અશોક ચોધરી , પીએસઆઈ એ. પી. જેબલિયા વિગેરે સાથે ચર્ચા કરી ટીમો બનાવી અને ફરી સહુ સીપી અનુપમસિંહ ગેહલોતને મળી આરોપીઓ ઝડપવા રેડી આટલું સાંભળતા જ અનુપમસિંહ ગેહલોત દ્વારા ચોક્કસ ટીપ આપી અને આખરે જહેમત ફળી.
સુરત શહેર નાઓ એ સુચના આપવામાં આવેલ. ઉપરોકત સુચના અંતર્ગત એસ.ઓ.જી. PI એ.પી. ચૌધરી નાઓએ ઉપરોક્ત બન્ને આરોપીઓ પોલીસ રડારમાંથી નિકળી જાય તે પહેલાજ તાત્કાલીક ઝડપી પાડવા માટે એસ.ઓ.જી.ના ભ્લ્ત્ એ.પી.જેબલીયા HC જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ,HC જીતેન્દ્રસિંહ રણજીતસિંહ, તથા HC જગશીભાઈ શાંતીભાઈ નાઓની એક સ્પેશ્યલ ટીમનુ ગઠન કરેલ. જે ટીમ દ્વારા બન્ને આરોપીઓના સંપુર્ણ ડેટા મેળવી તેઓ બન્ને ઉપર ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ દ્વારા વોચ ચાલુ હતી દરમ્યાન ડ્રગ્સ મંગાવનાર મુખ્ય આરોપી મો.કાસીફ મુંબઈ તરફ નાસી છુટેલ હોવાની હકીકત એસ.ઓ.જી..ના PSI એ.પી.જેબલીયા તથા HC જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ નાઓને મળતા ઉપરોક્ત ટીમના માણસો તુરતજ આરોપીનો પીછો કરી મુંબઈ પોંહચેલ પરંતુ આરોપી ત્યાંથી નિકળી ઉત્તરપ્રદેશના ઉન્નાવ તરફ ભાગેલ હોવાની હકીકત મળતા ટીમ મુંબઈથી નિકળી ઉન્નાવ પોંહચેલ પરંતુ આરોપી ત્યાંથી પણ નિકળી બારાબાંકી જિલ્લાના દેવા શરીફ ખાતે નાસી ગયેલ હોવાનુ જણાતા જેથી ટીમના માણસો જરા પણ ચુક કર્યા વગર દેવા શરીફ ખાતે પોહચી આરોપી ત્યાંથી ભાગે તે પહેલાજ આરોપી મો.કાસીફ લ્/બ્ ઈકબાલ ઉર્ફે પસીના શેખ ઉ.વ.૩૦ રહે. ૭/૭૬૭ અખાડા મહોલ્લા રામપુરા લાલમીંયા મસ્જીદ પાસે લાલગેટ સુરત હાલ રહે. નાનપુરા દોટીવાળા બેકરીની પાછળ બજારમાં દરગાહાની પાસે મસ્જીદના મકાનમાં મો.અસલમ શેખ ઉર્ફે એમ.જી.શેખનાઓના મકાનમાં સુરત મુળ વતન કસાઈન ચોરાહ મસ્જીદની સામે સકીલભાઈ ની દુકાનની ગલીમાં ઉન્નાવ જી.લખનઉ (ઉત્તરપ્રદેશ) વાળાને ઝડપી લેવામાં સફળ રહેલ છે.
મજકુર આરોપીને ઉત્તરપ્રદેશથી સુરત ખાતે લાવી આરોપીની પુછપરછ કરતા તેણે આ ડ્રગ્સનો જથ્થો મુંબઈ ખાતેથી પોતાના માણસો મારફતે મંગાવી છુટક વેચાણ કરતો હોવાનુ જણાવેલ. જેથી આરોપીની ઉંડાણ પુર્વક પુછપરછ કરી મુંબઈ ખાતે રહી ડ્રગ્સનુ ડિસ્ટ્રીબ્યુશન કરતા આરોપીઓ બાબતે તથા સ્થાનીક લેવલે ડ્રગ્સની હેરાફેરી તથા વેચાણ કરતા પેડલરો/ રીટેઈલરોને આઈડેન્ટીફાઈ કરી તેઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથધરવામાં આવનાર છે. સુરત શહેર પોલીસ સુરત શહેરને નાર્કોટીક્સ-ફ્રી સીટી બનાવવા હર હંમેશ કટીબધ્ધ છે.
આરોપી દ્વારા દુબઈમા ફોન પર વાત થયાનું ખુલતા આ બધાને પણ સુરત લાવી પૂછપરછ કરવા સીપી વિચારી રહ્યા છે
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
