<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ચોથા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને ગણિતમાં ૨૦૦માંથી ૨૧૨ ગુણ મળ્‍યા : ગુજરાતની શાળાનો છબરડો થયો વાઇરલ

નવી દિલ્‍હી, તા.૮: ગુજરાતના દાહોદ જિલ્લામાં ચોથા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીની માર્કશીટ વાઇરલ બની છે. વંશી મનીષ ઝાલોદ તાલુકાના ખરસાણા ગામમાં એક પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરે છે. વંશીને જ્‍યારે પરીક્ષાનું પરિણામ મળ્‍યું ત્‍યારે તે આશ્‍ચર્યચકિત થઈ ગઈ હતી, કેમ કે તેણે બે વિષયમાં મેળવેલા ગુણ કુલ ગુણ કરતાં વધારે હતા. વિદ્યાર્થિનીને ગુજરાતી અને ગણિતમાં ટોટલ ૨૦૦માંથી અનુક્રમે ૨૧૧ અને ૨૧૨ માર્ક મળ્‍યા હતા. શાળાએ બાદમાં ભૂલ સ્‍વીકારીને ગુજરાતી અને ગણિત માટે અનુક્રમે ૧૯૧ અને ૧૯૦ માર્ક આપ્‍યા હતા, પણ આ ભૂલ સોશ્‍યલ મીડિયા પરથી તો કઈ રીતે ભૂંસાય? હાલમાં યુઝર્સ સોશ્‍યલ મીડિયા પર માર્કશીટને લઈને રમૂજ કરી રહ્યા છે અને શિક્ષણની ગુણવત્તા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

(3:30 PM IST)